વૈશાખ મહિનામાં નવજીવનનો સંદેશ પાઠવતા સંત રાજીન્દર સિંહજી મહારાજ

jainshilp samachar

વૈશાખ મહિનામાં નવજીવનનો સંદેશ પાઠવતા સંત રાજીન્દર સિંહજી મહારાજ

વૈશાખના મહિનામાં પ્રકૃતિના લિબાજમાં ઝાડ-છોડવાઓમાં નવા મુળ નીકળવાના શરૂ થઈ જાય છે, આમાં એક નવા જીવનની  શરૂઆત થઈ જાય છે. તો આપણે પણ આમાંથી કંઈક નવો પાઠ શીખવો જોઈએ. જેનાથી કે આપણા જીવનમાં નવી કૂપણો ફૂટે અને આપણામાં નવજીવનનો સંચાર થાય અને આપણા હૃદયમાંથી બધા ભેદભાવ મટી જાય. દરેક સમાજમાં વૈશાખ મહિનો કેટલીય રીતે મનાવાય છે. સને ૧૬૯૯માં વૈશાખાના દિવસે જ દશમ  ગુરુ સાહિબ, ગુરુ ગોવિંદસિંહજી મહારાજે ખાલસા પંથ (સિખ પંથ)ની શરૂઆત કરી હતી. આ દિવસે દશમ ગુરુ સાહિબને પ્યારો ને ચુન્યા. બૌદ્ધ લોકોને માટે પણ આ દિવસ બહુ જ ફળદાયી છે. આ દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો  વૈશાખ મહિનાના દિવસે જ એમને આત્મજ્ઞાન પણ થયું હતું અને આ દિવસે એમનું નિર્વાણ પણ થયું હતું.
મહાપુરુષ જ્યારે જ્યારે આ દુનિયામાં આવે છે, ત્યારે એક જ વાત વારંવાર રજૂ કરે છે, એ શું છે? કે મનુષ્ય જન્મ જ્યારે જ્યારે મળે છે, અને તે મળ્યા બાદ આપણે આપણા નિજઘરમાં પાછા જઈ શકીએ છીએ. પરમાત્મા મહાચેતનના સાગર છે અને આપણી આત્મા એની એક બુંદ છે. પરમાત્મા પ્રેમ છે, આપણી આત્મા એના અંશ હોવાની માટે પ્રેમ છે, આમાં કુદરતી રીતે પ્રભુને મળવાનો ભાવ છે, આનો ગુણ છે આપણા પ્રીતમને મળવાનો.

બૈશાખ ધીરન ક્યોં વાઢિયાં જીના પ્રેમ બિછોહ ।

વૈશાખ ધીરન ક્યોં  વૈશાખનો મહિનો આવી ગયો છે, પાક કપાઈને પડ્યો છે તમે પ્રભુથી દુર છો, તમને ધીરજ કેમ આવી શકે એમના વગર. તમે એમનાથી કપાઈને પડ્યા છો, કેવી રીતે તમે જીવન વિતાવી રહ્યા છો? કેવી રીતે ભૂલી ગયા છો તમે?

હર સાજન પૂરખ વિસાર કે લગી માયા ધોહ ।

પરમાત્માથી દૂર થઈ ગયા છીએ આપણે, એમને ભૂલી ગયા અને માયા હાથ ધોઈને આપણી પાછળ પડી ગઈ છે, માયા નામ છે ભૂલ. આ ભૂલ ક્યાંથી શરૂ થઈ? તેની દુખભરી દાસ્તાન છે. પાક તો બહાર કપાઈને પડ્યો છે. મહાત્મા દેખીને કહે છે, તમે એ પ્રભુથી કપાઈને પડ્યા છો તમે એમના અંશ છો. તમે માલિકને ભૂલી ગયા અને એ જ બધી ખરાબીનું મૂળ છે. પ્રભુને ભૂલીને આપણું જીવન બરબાદ કરી રહ્યા છીએ આપણે. પ્રભુ બિના અવર ન કોય પ્રભુ વિના તમારી આત્માનો કોઈ સાથ નથી. પુત્ર, સ્ત્રી, છોકરાઓ આ બધા નસીબ અને કર્મો અનુસાર પ્રભુએ જોડ્યા છે. ખુશીથી લેવાનું-દેવાનું નિભાવો અને પૃથ્વી પરથી વિદાય લો, એ પરમાત્મા જે આપણી આત્માના સંગી છે અને સાથી છે, એ તમારી સાથે જશે. આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે પ્રભુને પામવા માટે.
આત્મા ચેતન સ્વરૂપ છે, જ્યાં સુધી એ મહાન ચેતન પ્રભુથી નહીં મળે એને ક્યારેય સંતુષ્ટી નહીં મળે. મન ક્યારે કાબૂમાં નહીં રહે જ્યાં સુધી નામથી પરિપૂર્ણ પરમાત્માથી નહી મળે. નામ મિલિયે મન તૃપ્તિયે ભગવાન કૃષ્ણના જીવનમાં આવે છે કે એમણે યમુના નદીમાં છલાંગ મારી. નીચે હજાર મુખ વાળો સાપ હતો. એમને વાંસળી વગાડીને એનું નથન કર્યું. આ સાપ કોણ હતો? મન જેની હજાર રીત છે, ઝેર ચડાવવાની. તેને જીતવાનું છે અને જીત્યા બાદ તેની પણ પાર જવાનું છે જ્યાં પરમાત્મા ખુદ બિરાજમાન છે. મન જીતે જગ જીત આપણી અને એ પ્રભુની પ્રાપ્તિની વચ્ચે કોઈ રુકાવટ હોય તો તે મન છે.
જો તમે આપણા દિલમાં પ્રભુને પામવાનો સાચો ઈરાદો રાખો છો તો આગળ ડગલું માંડવાનું શરૂ કરો અર્થાત્ મનની પાર જવાનું શરૂ કરો. બીજું ડગ તમે ઉઠાવો છો, પ્રભુની ગલીમાં પહોંચી જશો. વૈશાખનો મહિનો તો જ સફળ થશે જ્યારે નવા જીવનનો આરંભ થશે, ત્યારે સફળતા મળશે. જેણે પામ્યું છે. એની સોબત મળે, કોઈ સંત મળી જાય તો કામ થઇ જાય. જેને પુરા ગુરુ મળી ગયા એ માલિકની દરગાહમાં શોભા પામશે અને તમારી અંદર પ્રભુભક્તિ જાગી ઊઠશે. દુનિયાની માયાનું ઝેર તમારી પર અસર નહીં કરે અને તમને સુખોનો સમુદ્ર મળી જશે, તમે સંસાર સાગરમાં તરી જશો. એ મહિનો, એ દિવસ એ જ મહુરત સારું છે. જેમાં આપણે એ પ્રભુને પામી લીધા. જે માલિકની નજર પામી ગયા, સંતો ની કૃપાથી એમનું જીવન સફળ છે.