પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર 6 ઇંચ  વરસાદ

પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર 6 ઇંચ  વરસાદ

વડોદરા - પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લગભગ 6 ઇંચ વરસાદને પગલે જીમીરા અને કેરેવાન રિસોર્ટમાં પાણી-પાણી થઈ ગયું હતું. જ્યારે  હાલોલ પંથકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે પાવાગઢના પગથિયા પરથી નદીની જેમ પાણી વહ્યું હતું. પંચમહાલના હાલોલ તાલુકામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જીમીરા રિસોર્ટમાં પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જેને પગલે કેરેવાન અને જીમીરા રિસોર્ટની પ્રોટેક્શન દિવાલો અને રૂમોને નુકસાન થયું છે. ભારે વરસાદને પગલે હાલોલથી બોડેલી જતા માર્ગ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત હાલોલમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સિઝનમાં પહેલીવાર વરસાદની હેલીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 9 ફૂટે પહોંચી છે. નોંધનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધવાની શક્યતા છે. આજવા સરોવરની સપાટી 208.34 ફૂટ પર પહોંચી જ્યારે  પ્રતાપપુરા સરોવરની સપાટી 222.10 ફૂટે પહોંચી છે.