આદિપુર( રાધાકૃષ્ણ મંદિર )ખાતે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજની મીટીંગ યોજાઇ

Brahm samaj meeting

આદિપુર( રાધાકૃષ્ણ મંદિર )ખાતે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજની મીટીંગ યોજાઇ
આદિપુર( રાધાકૃષ્ણ મંદિર )ખાતે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજની મીટીંગ યોજાઇ

મલેકપુર : આદિપુર (રાધાકૃષ્ણ મંદિર )ખાતે તારીખ 26- 3 -2024 ને મંગળવારના રોજ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ,આદિપુર ગાંધીધામ ની મીટીંગ યોજાઇ હતી, જેમાં બ્રહ્મ સમાજ ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભૂદેવો ની હાજરી માં નવી કારોબારીની રચના કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં,. સૌ પ્રથમ સમૂહ માં પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યાર બાદ 16 વરિષ્ઠ સલાહકાર વડીલ શ્રીઓ ની હાજરીમાં સદસ્યોની ભવ્ય કારોબારી ની રચના કરવામાં આવી હતી.જેમા 53 સદસ્યોની અલગ અલગ કમિટીઓ ની રચના કરવામાં આવી હતી,અને તેમાં દરેક સદસ્યોને સ્થાન આપવામાં આવ્યું અને કમિટીઓ બનાવવામાં આવી હતી. જેમાં, પ્રમુખ ,ઉપ પ્રમુખો, મંત્રી, સહમંત્રી ,ખજાનચી સહ ખજાનચી ,સંપર્ક વિભાગ , વ્યવસ્થા વિભાગ, મીડિયા અને પ્રચાર પ્રસાર વિભાગ ,સાંસ્કૃતિક વિભાગ, સંયુક્ત મહિલા મંડળ, યુવા ટીમ સંયોજક/સહ  સંયોજક, જેવી કમિટી બનાવી અને 53 સદસ્યોની એક ટીમ બનાવવામાં આવી. અને પરશુરામ સેવા બ્રહ્મ સમાજનું એક મજબૂત સંગઠિત માળખું તૈયાર કરવામાં આવ્યું. જેમાં વરિષ્ઠ સલાહકારો નો બહુમૂલ્ય સાથ સહકાર અને માર્ગદર્શન મળી રહ્યું હતું જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ પ્રમુખશ્રી રાજુભાઈ ધારક તથા શ્રી હિતેશભાઈ દવે  એ ગત વર્ષોમાં પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન સમાજ ઘર સેવા તથા સમાજને એક કરવાનું છે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તેવા બંને પ્રમુખો નું સમગ્ર કારોબારી તથા વરિષ્ઠ સલાહકારો  સાથે મળી ને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગામી પરશુ  દાદા ના જન્મોત્સવ નિમિત્તે તૈયારીઓ ના ભાગરૂપે સૂચનો કારોબારી સદસ્ય તરફથી લેવામાં આવ્યા હતા. સર્વ સંમતિ એ પરંપરાગત ભવ્ય તૈયારીઓની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી. ગત વર્ષની નોટબુક  વિતરણના કાર્યક્રમ અંતર્ગત સમાજના સહયોગ માટે નોટબુક છપાવી સમાજના વિદ્યાર્થીઓ ને રાહત દરે તે બુકો પહોંચાડવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના અંતે શાંતિ મંત્ર સાથે હર મહાદેવના જય ઘોષ કરી સૌ ભૂદેવ બંધુઓ એ સમૂહ ભોજન પ્રસાદ લઇ બેઠકને સાર્થક બનાવવા બદલ આભાર દર્શન કરવામાં આવ્યું હતું.