રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે ડાંગ દરબાર ખુલ્લો મુકાયો

jainshilp samachar

રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે ડાંગ દરબાર ખુલ્લો મુકાયો

ડાંગ દરબાર 2022 રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ૧૧૬ વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 4 દિવસ સુધી ચાલશે, પ્રથમ દિવસે ડાંગના પાંચ ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેંશન અપાયું હતું.
આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે યોજાતા ડાંગ દરબારની રંગારંગ શરૂઆત થઈ હતી, મહામહિમ રાજ્યપાલ, રાજ્યના મંત્રીના હસ્તે દરબાર ખુલ્લો મુકાયો હતો. આહવા કલેકટર કચેરી ખાતે સવારે 8.3૦ કલાકે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી કલકેટર દ્વારા ઢોલ નગારા વગાડી લીલી ઝંડી બતાવી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેકટર કચેરી ખાતેથી નીકળી જેમાં જુદાજુદા પ્રદેશમાંથી આવેલા કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય સાથે સ્થાનિક આદિવાસી ડાંગી નૃત્ય મંડળીઓએ રજૂ કરી લોકોનું મનોરંજન કર્યું હતું.

શોભા યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગઉપવને પહોંચી હતી, જ્યાં રાજ્યના મહમાહિમ રાજ્યપાલે ડાંગના પાંચ રાજાઓને સાલ ઓઢાડી જાહેર સન્માન કર્યું હતું, અને રાજકીય સાલીયાણા પેટે નિશ્ચિત કરેલી રકમ આપી હતી, બદલામાં રાજાઓએ પણ અતિથિ દેવોભવ કહી રાજ્યપાલશ્રીનું સાફો પહેરાવી આદિવાસી ઓળખ એવું ધનુષબાણ આપી સ્વાગત અને સન્માન કર્યું હતું. ડાંગ દરબારમાં મંત્રી નરેશ પટેલે રાજાઓનો ગૌરવશાળી ઇતિહાસ કહેતા હતા રાજાઓના શૌર્યની વાતો કરી હતી. રાજ્યપાલે ગ્લોબલ વોર્મિંગને કારણે પશુ પક્ષી અને ખેતીને થનારા નુકશાનની ચિંતા વ્યક્ત કરતા, ડાંગના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી કરવા માટે અને આરોગ્યપ્રદ અનાજ ઉતપન્ન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.