રાજકોટની વિદ્યાર્થિની આકાંક્ષા ગોંડલિયાએ ગાંધીનગર વિધાનસભા ખાતે ‘યુવા મોડેલ એસેમ્બલી’માં ધારાસભ્ય તરીકે ભાગ લીધો

MLA Akanksha goandalia

રાજકોટની વિદ્યાર્થિની આકાંક્ષા ગોંડલિયાએ ગાંધીનગર વિધાનસભા ખાતે ‘યુવા મોડેલ એસેમ્બલી’માં ધારાસભ્ય તરીકે ભાગ લીધો
રાજકોટની વિદ્યાર્થિની આકાંક્ષા ગોંડલિયાએ ગાંધીનગર વિધાનસભા ખાતે ‘યુવા મોડેલ એસેમ્બલી’માં ધારાસભ્ય તરીકે ભાગ લીધો

રાજકોટ : ગુજરાત વિધાનસભા-ગાંધીનગર ખાતે આયોજિત ‘યુવા મોડેલ એસેમ્બલી’માં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સહભાગી થયેલા યુવાનો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસની વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આયોજિત મોક એસેમ્બલીમાં રાજકોટની શ્રી કડવીબાઇ વિરાણી સ્કુલની વિદ્યાર્થિની આકાંક્ષા ગોંડલિયાએ પણ ધારાસભ્ય તરીકે ભાગ લીધો હતો. આકાંક્ષા ગોંડલિયાએ ધારાસભ્ય રૂપે પ્રાસંગિક ઉદ્દબોધન કરી ગ્લોબલ વોર્મિંગની કામગીરી બીરદાવી હતી. રાજકોટમાં રહેતી આકાંક્ષા ગોંડલિયાએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે સૌ વિદ્યાર્થીઓ-યુવાનોના જીવનનું સૌથી અનેરૂ અને યાદગાર સંભારણું બની રહેશે. વિધાનસભામાં અમને જીવનનું અણમોલ ભાથું મળ્યું છે, જે કારકિર્દી ઘડવામાં માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે. સમગ્ર રાજ્યનું સંચાલન જ્યાંથી થાય છે અને મહત્વના કાયદાઓ જ્યાંથી ઘડાય છે તેવા વિધાનસભા ગૃહમાં બેસીને અધ્યક્ષ, રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો અને વિપક્ષની ભૂમિકાઓ ભજવવાની અનોખી તક આપવા બદલ તેણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આકાંક્ષા ગોંડલિયાએ વાણંદ સમાજનું ગૌરવ વધાર્યું છે. શ્રી કડવીબાઇ વિરાણી સ્કૂલનાં આચાર્ય વર્ષાબેન ડવ તથા શિક્ષકો લીનાબેન તથા ભાવેશ્રીબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.