રાજકોટમાં વાળંદ સમાજનાં વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

rajkot-sanmanpatra

જૈનશિલ્પ સમાચાર, રાજકોટ ઃ વાળંદ સમાજના વિદ્યાર્થીઓએ ધો. 10 અને 12ની પરીક્ષામાં સારા માર્કસ મેળવીને પાસ કરતાં વાળંદ સમાજ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ ગોંડલીયા પરીવારનાં ઇષ્ટ દેવ શ્રી સુરાપુરા રાણાબાપા (અરડોઇ) તથા નાનીયામામા (ગોંડલ)નાં આર્શીવાદ તથા પ્રેરણાથી રાજકાટ ખાતે તા. 7મી જુલાઈ, 2022નાં રોજ ધોરણ 10 અને 12માની પરીક્ષા સારા ગુણાંક મેળવી પાસ કરીને વાળંદ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે અને સાથે સાથે સ્કૂલનું નામ પણ રોશન કર્યું છે. આ પ્રકારની સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓને અભિવાદનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે ખુબ જ આગળ વધે તેવા શુભાશિષ આપ્યા હતા અને કુંટુબ, જ્ઞાતિ અને સમાજના ઉત્કર્ષલક્ષી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.