મલેકપુર હનુમાન મંદિરમાં ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ દર્શનનો લાભ લીધો

મલેકપુર હનુમાન મંદિરમાં ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ દર્શનનો લાભ લીધો

જૈનશિલ્પ સમાચાર, મલેકપુર
લાભ પાંચમના શુભ દિને ગુજરાત રાજયના ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડીંડોર તથા દાહોદના પૂર્વ કેન્દ્રિય મંત્રી અને હાલના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાંભોર, પંચમહાલ જિલ્લાના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ,  મહીસાગર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલના ગુજરાત રાજય આચાર્ય સંઘના પ્રમુખ જયપ્રકાશ પી. પટેલ તથા કડાણા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ અંબાલાલ પટેલ સહિત અલગ વિભાગોના મહાનુભાવોનું મલેકપુર તથા હડમતીયા ગામ સહિતની પ્રજાએ સ્વાગત કર્યું હતું. તમામ મહાનુભાવોએ મહીસાગર જિલ્લાના મલેકપુર ગામે આવેલા હનુમાન મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો. દરમિયાન મલેકપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટી અને પુજારી મહારાજ હરિપ્રસાદ રાવલે મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા સાંસદ જશવંતસિંહ ભાંભોરને મંદિરમાં બિરાજમાન દ્વારપાળ ભગવાન, શ્રીજી, શીતળા માતા, મહાદેવ તથા હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ પુજા અર્ચના કરી હતી.