અલ્લુ અર્જુન મેળવશે 125 કરોડ રૂપિયા ફી પુષ્પા પાર્ટ-ટુ માટે

allu arjun

અલ્લુ અર્જુન મેળવશે 125 કરોડ રૂપિયા ફી પુષ્પા પાર્ટ-ટુ માટે

પુષ્પા ફિલ્મને કારણે સમગ્ર ભારતમાં જાણીતા બનેલા અભિનેતા અલ્લુ અર્જુન હવે પુષ્પા-2 માટે 125 કરોડ રૂપિયા મેળવશે. આ ફિલ્મ બાદ અલ્લુ અર્જુનની સ્ટાઈલની નકલ આખા ભારતમાં કરાઈ હતી. આ ફિલ્મ કોરોના કાળ ચાલતો હોવા છતા સુપરહીટ પુરવાર થઈ હતી. પુષ્પાની સફળતા બાદ અલ્લુ અર્જુનનો દબદબો વધી ગયો છે. એટલું જ નહીં પુષ્પાના બીજા ભાગ માટે અલ્લુ અર્જુનને જે ફી ઓફર કરાઈ છે તે જાણશો તો ચોંકી જશો. મિડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુનને પુષ્પા પાર્ટ 2 માટે 125 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. એવું પણ જાણવા મળે છે કે, આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે.
ફી લેવાના મામલામાં અલ્લુ અર્જુન હવે સલમાનના લેવલમાં આવી ગયો છે અને અક્ષય કુમારને તેણે પછડાટ આપી દીધી છે. આ પહેલા એવી જાણકારી પ્રકાશમાં આવી હતી કે, સલમાને પોતાની આગામી ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે. જો આ વાત સાચી હોય તો અલ્લુ અર્જુન હવે ફીના મામલામાં સલમાનના લેવલે પહોંચી ગયો છે. સલમાનની આ ફિલ્મનું નામ કિસી કા ભાઈ, કિસી કી જાન છે અને ફિલ્મ 30 ડિસેમ્બરે રિલિઝ થવાની હોવાનું કહેવાય છે. જ્યારે પુષ્પા પાર્ટ 2 આગામી વર્ષે રિલિઝ થશે તેવી સંભાવના છે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રશ્મિકા મંદાના પાર્ટ ટુમાં પણ દ્રશ્યમાન થશે.