ગુસ્સાને પ્રેમથી શાંત કરો -સંત રાજીન્દર સિંહજી મહારાજ

Engry with love

ગુસ્સાને પ્રેમથી શાંત કરો -સંત રાજીન્દર સિંહજી મહારાજ

ઘણીવાર આપણે જોઈએ છે કે આ સંસારના લોકોમાં ગુસ્સો અને હિંસા બહુ જ વધારે ફેલાયેલી છે. દરેક શહેર, ગામ અને દરેક ઘરમાં ગુસ્સાના વિસ્ફોટ થતા રહે છે. ગુસ્સાની પ્રતિક્રિયામાં બીજા લોકો દ્વારા વધારે ગુસ્સાથી જવાબ આપવો તે આગમાં ઘી હોમીને તેની જ્વાળાઓ ફેલાવવા સમાન છે. આપણે આગની આ જ્વાળાઓ ને હવા આપીને બુજાવી  શકતા નથી. આપણે આગને ઠંડી કરવી જ પડે છે. આજ રીતે ગુસ્સાની આગમાં વધારે અધિક ક્રોધ થી આપણે તેને રોકી શકતા નથી.

આપણે ક્રોધને ફક્ત અહિંસા થી સમાપ્ત કરી શકીએ છીએ. આપણે રોજ ઘણી એવી પરિસ્થિતિ થી પસાર થઈએ છીએ જે આપણને પરેશાન કરી દે છે. વસ્તુઓ આપણા અનુસાર ચાલતી નથી. લોકો એવું નથી કરતાં જેવું આપણે ઈચ્છીએ છીએ અને તેઓ એવી વાતો કહે છે જે આપણને દુઃખ પહોંચાડે છે. જેના લીધે આપણી અંદર નકારાત્મક ભાવના વધે છે અને આપણને ક્રોધ આવા લાગે છે. આવા સમયે મન કાબુ માટે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ની જરૂરત હોય છે. તે મુશ્કિલ તો થઈ જાય છે પણ આ અસંભવ નથી.

આપણે પ્રેમ દ્વારા જ ગુસ્સા ની અગ્નિ શાંત કરી શકીએ છીએ. વિવાદમાં એક વધારે ગુસ્સા નો અવાજ જોડવાની જગ્યાએ આપણે મીઠાશના મલમ દ્વારા બીજા ના ગુસ્સાને શાંત કરવાનો છે. આપણે વાતાવરણમાં ગુસ્સાના વિચારો દ્વારા હલચલ ઉત્પન્ન કરવાની જગ્યાએ પ્રેમના વિચારો મોકલીને વાતાવરણ શાંત કરી દેવું જોઈએ. બીજી વાર જ્યારે આપણે પોતાને કોઈ આવી પરિસ્થિતિમાં જોઈએ જ્યાં અન્યાય થઈ રહ્યો હોય તો ગુસ્સાની જગ્યાએ પ્રેમ સાથે જવાબ આપવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
જો આપણે ક્રોધ થી ભવિષ્ય માં થવા વાળા પરિણામો ને ધ્યાનમાં રાખીએ તો થઈ શકે છે કે આપણે ક્રોધ ન કરીએ. માની લો કોઈએ આપણો ક્રોધ જગાવી દીધો તો આપણે પોતાની જાતને સમજાવી "જો આપણે ક્રોધિત વિચારો અથવા ક્રોધ થી ભરેલા વચન અને કાર્યોમાં લાગેલા રહીશું તો આપણે પોતાની જાતને કોઈ ફાયદો નથી પહોંચાડતા"આ વિચારથી ધીરે ધીરે આપણે ક્રોધ પર નિયંત્રણ કરતા શીખી શકીએ છીએ. આપણે પોતાની જાતને એવું પણ કહી શકીએ છીએ કે "જો હું ક્રોધ કરતો રહીશ તો પોતાના માટે જ સમસ્યા ઊભી કરીશ" આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે "તે મનુષ્યએ મને દુઃખ પહોંચાડ્યું છે અને એવું કરીને તેને પોતાના માટે પણ મુશ્કેલી ઊભી કરી દીધી છે એવામાં શું મારે ક્રોધ કરવો જોઈએ અને પોતાની તકલીફોને વધારવી જોઈએ? જો આપણે ક્રોધથી પોતાના થવા વાળા નુકસાન પર ધ્યાન આપીશું તો આપણે પોતાના મનને સમજાવી શકીશું કે ગુસ્સા વાળી પરિસ્થિતિમાં પણ આપણે ક્રોધિત ન થઈએ.

ક્રોધ થી છુટકારો મેળવવા માટે એક બીજી રીત છે ધ્યાન અભ્યાસ.    આ એક રીતનું ચક્ર છે-સફળ ધ્યાન અભ્યાસના માટે આપણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવો પડે છે પરંતુ ક્રોધ પર વિજય મેળવવા માટે આપણે ધ્યાન અભ્યાસ કરવું જોઈએ. ભલે આપણે ધ્યાન અભ્યાસમાં કોઈપણ સ્તર પર હોઈએ, જેટલો પણ સમય આપણે ધ્યાન અભ્યાસમાં વિતાવીએ છીએ તે આપણને શાંત કરે છે જેથી આપણે કોઈપણ સ્થિતિમાં ક્રોધિત ન થઈએ. ધ્યાન અભ્યાસ આપણને શારીરિક રૂપથી ક્રોધ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે. ધ્યાન અભ્યાસ સમયે આપણા હૃદયના ધબકારા ધીમા થઈ જાય છે અને આપણા મસ્તિષ્કમાં ઉત્પન્ન થતી તરંગો પણ ધીમી થઈ જાય છે. આપણું શરીર અને મન વધારે તણાવ રહિત મહેસુસ કરે છે. આવી સ્થિતિમાં ક્રોધને વધવાના અવસર બહુ ઓછો મળે છે. જ્યારે આપણે શાંત હોઈએ છીએ અને આપણો ક્રોધ પણ શાંત થઈ જાય છે તો આપણે ધ્યાન અભ્યાસમાં વધારે સમય કાઢી શકીએ છીએ. આપણે જેટલો વધારે સમય ધ્યાન અભ્યાસમાં લગાવીએ છીએ તેટલા જ શાંત અને સંતુલિત થઈ જઈએ છીએ.
તો આવો આપણે પોતાના ગુસ્સા ને શાંત કરવાના માટે આપણા જીવનમાં અહિંસા અને પ્રેમના ગુણને ધારણ કરવાની સાથે સાથે પોતાનો વધારેમાં વધારે સમય ધ્યાન અભ્યાસમાં વિતાવીએ. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com