ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવો હોય તો આ રીતે પણ ઉજવી શકાય...

ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવો હોય તો આ રીતે પણ ઉજવી શકાય...
ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવો હોય તો આ રીતે પણ ઉજવી શકાય...

જૈનશિલ્પ સમાચાર- તરેડ (ભાવનગર)
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા તરેડ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુરુપૂર્ણિમા મહોત્સવ સુરત શહેરના અગ્રણી દ્વારા ઉજવવામાં આવે છે આ દરમિયાન કુંવારિકા દીકરીઓને રોકડ દક્ષિણા અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.  
આ અંગે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામના વતની બળવંત વરિયાએ જણાવ્યું હતું કે તરેડ ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી ઉજવવામાં આવે છે. તે દરમિયાન કુંવારિકા દીકરીઓને ભોજન તેમજ રોકડ દાન સ્વરૂપે અપાય છે. 

નર્મદાના કાંઠે આવેલા ડભોઈ તાલુકાનું બરકાલ ગામનું મહત્વ

બળવંત વરિયાએ જણાવ્યું કે વડોદરા જિલ્લાના નર્મદાના કાંઠે ડભોઈ તાલુકાના બરકાલ ગામે જો આપણે એક વખત જઈએ તો વારંવાર જવાનું મન થાય તેવું આ ગામ છે. નર્મદા નદી ભારતની પરોપકારી નદી ગણાય છે. આ નદીની પરિક્રમા કરવી તે પુણ્યશાળીનું કામ છે. તમામ નદીઓમાં નર્મદા નદી મુખ્ય છે અને તેને માતા સ્વરૂપ માનવામાં આવે છે. આ નદીની પરિક્રમા ત્રણ પ્રકારની થતી હોય છે. જેમાં 1 મહિનાની પરિક્રમા, 1 વર્ષની અને 11 વર્ષની આમ ત્રણ પ્રકારની પરિક્રમા થતી હોય છે. પરિક્રમા કરતી વેળા જમણો હાથ નદી તરફ રાખીને પરિક્રમા કરવાની હોય છે. પરિક્રમા કરતી વેળા કપડામાં ધોતી પહેરવાની હોય છે, એવું કહેવાય છે કે નર્મદા માતા કોઈ પણ રૂપમાં મળે આ દરમિયાન મળતાં હોય છે. નર્મદા નદીને કિનારે હજારો મંદિરો આવેલા છે. જ્યારે જ્યારે કન્યા ભોજન કરાવવામાં આવે છે ત્યારે કહેવાય છે કે માતા ખુદ જમવા આવતા હોય છે તે કયા રૂપમાં આવે તે કોઈને ખબર નથી.