ફક્ત બે કળી કાચું લસણ કરાવશે અનેક ફાયદા

ફક્ત બે કળી કાચું લસણ કરાવશે અનેક ફાયદા

તમોએ લસણ વિશે તો જાણ્યું જ હશે. લસણ વિશે અનેક આયુર્વેદાચાર્યોએ પોતાના પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો છે. લસણના જેટલા ફાયદા ગણીએ તેટલા ઓછા છે. તેના વિશે જો લખવા જઈએ તો પુસ્તકોના પુસ્તકો લખી શકાય તેમ છે. અહીં લસણની ફક્ત બે કળી (કાચું લસણ) કેટ-કેટલા ફાયદા આપે છે તેના વિશે જાણકારી અપાઈ છે. જોકે આ અંગે યોગ્ય આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર લેવાય તો વધુ સારું કેમ કે દરેકના શરીરઅલગ-અલગ હોય છે જેમાં કેટલાકને આનાથી ફાયદો પણ થતો હોય છે જેથી ડોક્ટરની સલાહ જરૂરી છે. રોજ ફક્ત બે કળી કાચું લસણ ખાવાથી સાયટિકાનો દુઃખાવો દૂર થાય છે. જ્યારે કમરના દુઃખાવામાં પણ આ જ પ્રયોગ ફાયદાકારક નિવડશે. ઘણાં લોકો એવા છે જેને સાંધાનો દુઃખાવો હંમેશા સતાવતો રહેતો હોય છે. આ સાંધાની દવામાં પણ લસણ ઉપયોગી છે. 2 કળી લસણ સાંધાનો દુઃખાવો દૂર કરે છે. ધમની બ્લોકેજની સમસ્યા પણ હલ થઈને ધમનીઓની બ્લોકેજ ખુલે જો આનો પ્રયોગ કરવામાં આવે તો. બીજી તરફ ઘણાં લોકોને કબજિયાતની સમસ્યા હંમેશા સતાવતી રહેતી હોય છે ત્યારે આ લસણની બે કળી કબજિયાત મટાડે છે અને પેટ સાફ રાખે છે. આજ કાલ યુવકો ખીલ-ફોલ્લાથી પરેશાન થતાં હોય છે. આનાથી છુટકારા માટે બે કળી લસણ ઉપયોગી થશે. હૃદયરોગમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. લસણ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે જેથી હૃદયરોગનો હુમલો આવતો નથી. આમ લસણના અનેક ફાયદાઓ વિશે આપણે ચર્ચા કરી જે વાચકોને ઉપયોગી નીવડશે.