ધારાસભ્યોના સંબંધી કે 75 વર્ષ ઉપરનાને ટિકિટ નહીં ઃ ભાજપ

ધારાસભ્યોના સંબંધી કે 75 વર્ષ ઉપરનાને ટિકિટ નહીં ઃ ભાજપ

અમદાવાદ ઃ ભાજપે નિર્ણય લીધો છે કે ભાજપ કોઈ પણ નેતાના સગાને ટિકિટ આપશે નહીં તેમજ  75 વર્ષથી ઉપરના કોઇ પણ ઉમેદવારને  ટિકિટ આપશે નહીં. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નેતાઓના કોઈ પણ સબંધીઓને ટિકિટ નહીં મળે. ભાજપે જાહેરાત કરી છે કે, 75 વર્ષથી ઉપરના ધારાસભ્યોના સંબંધીને ટિકિટ નહિ મળે. પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે નિવેદન આપ્યું છે કે, 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકિટ નહીં આપી શકે. જ્ય નારાયણ વ્યાસે અમને રાજીનામું આપ્યું છે અને અમે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. જય નારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા હવે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે થોડા દિવસ અગાઉ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, તેઓ ભાજપ છોડી શકે છે