ગુજરાત આર. ટી.આઇ. એક્ટીવીસ્ટ કાર્યકરોનું  મહાસંમેલન યોજાયું

jainshilpsamachar

ગુજરાત આર. ટી.આઇ. એક્ટીવીસ્ટ કાર્યકરોનું  મહાસંમેલન યોજાયું

જૈનશિલ્પ સમાચાર, અમદાવાદ

અમદાવાદ ખાતે નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિ અને આર.ટી.આઇ.એક્ટીવીસ્ટ એસોસિયેશનના પ્રમુખ અને ગુજરાત પત્રકાર સંઘના સભ્ય ભુપેન્દ્ર ભાઈ એચ. પટેલ કાકા દ્વારા યોજાયેલા ગુજરાત આર. ટી.આઇ. એક્ટીવીસ્ટ કાર્યકરોનું  મહાસંમેલન ગત 26મીના રવિવારે અમદાવાદ ખાતે યોજાયું હતું.  આ પ્રસંગે  વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત  ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર. પ્રજાપતિનું આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ સંગઠન મંત્રી મુકેશ રાજપૂત દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરાયું હતું. આ અંગેની માહિતી પત્રકાર હરિપ્રસાદ એન. રાવલે જૈનશિલ્પ સમાચાર અખબારના તંત્રી તેમજ માલિક જયંતિ એમ. સોલંકી સાથેની વાતચીત દરમિયાન આપી હતી.