મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ૩૫૦૦ કરોડ પહોંચી ગઈ

મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ૩૫૦૦ કરોડ પહોંચી ગઈ

મુંબઈ - મુદ્રા પોર્ટ પર ડીઆરઆઇની ટીમે મુંદ્રા પોર્ટ પરથી બે કન્ટેનરને રોકીને એની તલાશી લેતાં એમાંથી ટેલ્કમ પાઉડર હોવાનું ડિક્લેર કરીને કાર્ગોનું ઓરિજન અફઘાનિસ્તાન દર્શાવાયું હતું અને એને લોડ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી કરાયું હતું, પરંતુ જ્યારે પહેલા કન્ટેનરને ખોલીને તપાસાયું ત્યારે એમાં રહેલી મોટી બૅગમાં તમામ પાઉડર એકસરખા માલૂમ પડતાં એનસીબીની ટીમને અમદાવાદ અને રાજકોટથી બોલાવાઈ હતી, જેણે સ્થળ-પરીક્ષણ કરીને પાઉડરમાં હેરોઇનની માત્રા હોવાની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદથી એક-એક થેલાની ચાલી રહેલી પણ ચાલુ રહી હતી. ત્રીજા દિવસે ઝડપાયેલા બેમાંથી બીજા કન્ટેનરના કાર્ગોની તપાસ કરાઈ હતી,  આંતરિક આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની માર્કેટ-વૅલ્યુ ધરાવતો જથ્થો ઝડપાયો હોય એ સંભવ છે. જોકે હજી કેટલીક બૅગની તપાસ હજી ચાલુ છે અને ડ્રગ્સની ગુણવત્તા સહિતના માપદંડની ખરાઈ કર્યા બાદ તમામ વિશે સત્તાવાર રીતે ડીઆરઆઇ નિવેદન બહાર પાડશે. ડીઆરઆઇ અમદાવાદ ઝોનલના એડીજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મુંદ્રા પોર્ટ પહોંચ્યો હતો. માત્રા, ગુણવત્તા અને કિંમત નિર્ધારણ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્વેસ્ટિગેશનના ફલક પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એન્ટ્રી થાય એની સંભાવના ઉચ્ચ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. મુંદ્રા પોર્ટ પર ૩૫૦૦ કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. સતત ત્રીજા દિવસે પણ ચાલેલી તપાસમાં બીજા કન્ટેનરમાંથી મળેલા જથ્થાને મળીને અત્યાર સુધી અંદાજે કુલ ૩૦૦૦ કરોડની આંતરરાષ્ટ્રીય બજારકિંમત ધરાવતો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. સૂત્રો અનુસાર દેશભરમાં સૌથી મોટો ડ્રગ્સ સ્મગલિંગનો કેસ ગણાવીને અંતે કુલ જપ્ત જથ્થાની કિંમત ૫૦૦૦ કરોડ સુધી પણ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.