કેજરીવાલનો દબદબો યથાવત, પાર્ટીના સંયોજક તરીકે ફરીથી આરૂઢ થયા

નવી દિલ્હી - અરવિંદ કેજરીવાલનો દબદબો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે (આપ)ના સંયોજક તરીકે ફરીથી તેમની પસંદગી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકનું આયોજન કરાયું હતું તે દરમિયાન રાષ્ટ્રીય કાર્યકારિણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય સંયોજક, પંકજ ગુપ્તાને સચિવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે આરૂઢ કરાયા હતા. આ ત્રણેય પદાધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષનો હશે. ત્રીજી વખત આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે કેજરીવાલ પર કળશ ઢોળવામાં આવ્યો છે. વરસની શરૂઆતથી જ પાર્ટીના બંધારણને સંશોધિત કરીને અનેક પ્રકારના ફેરફાર (બદલાવ) કરાયા હતા. સંવિધાનમાં પહેલા એવું કહેવાતું કે, કોઈ પણ સભ્ય એક પદાધિકારી તરીકે એક જ પદ પર 3-3 વર્ષના નિરંતર 2 કાર્યકાળથી વધારે નહીં રહે પરંતુ ત્યાર બાદ તેને બદલી દેવામાં આવ્યું હતું.

1.