અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન પ્રસંગે મેડીકલ માર્ગદર્શન કેમ્પ

Akhil 1

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન પ્રસંગે મેડીકલ માર્ગદર્શન કેમ્પ

Ø  સૌ થેલેસેમીક બાળકોને હાજર રહેવા જાહેર આમંત્રણ, નિષ્ણાંત તબીબ માર્ગદર્શન આપશે.

Ø  “પહેલા થેલેસેમીયા ટેસ્ટ, પછી જ સગાઈ કે લગ્ન" સૂત્ર અપનાવો, બાળકોના જીવન બચાવો.

Ø  હજુ પણ નવા થેલેસેમીક બાળકો જન્મતા જ જાય છે તે અત્યંત કમનસીબ

Ø  સૌરાષ્ટ્ર કચ્છના 500 થી વધારે થેલેસેમીયા પીડીત બાળકોને મળશે નિ:શુલ્ક માહિતી.

વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચા(થેલેસેમીયા મેજર યુવાન)ના ૩૪ માં જન્મદિન નિમીતે સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો માટે તા. ૨૦, ઓકટોબર, રવીવારે, હરીહર સોસાયટી, હરીહર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બપોરે ૩–૦૦ વાગ્યાથી રાત્રીના ૮–૦૦ વાગ્યા સુધી મેડીકલ માર્ગદર્શન સેમીનાર અને આનંદોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તો, ભોજન અને વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે થેલેસેમીયા પીડીત બાળકને આર્કષક ગીફટ આપવામાં આવશે અને થેલસેમીયા પીડીત બાળકો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો, દાતાઓ, કાર્યકર્તાઓનું ઋણ સ્વીકારનું પણ સાથમાં આયોજન કરાયું છે. સૌ થેલેસેમીયા પીડીત બાળકો પરીવાર સહીત સમયસર ઉપસ્થિત રહે તેવુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટ શહેરની જાણીતી સેવાસંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી થેલેસેમીયા પિડીત યુવાન જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન નિમીતે જીતુલભાઈ જયંતીલાલ કોટેચા, શ્રીમતી દીપાબેન જીતુલભાઈ કોટેચા, ચિ. જયના જીતુલભાઈ કોટેચા તથા કોટેચા પરીવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો યોજાનાર મેડીકલ માર્ગદર્શન સેમીનાર તથા આંનદોત્સવમાં થેલેસેમિયા મેજર દર્દીઓ માટેના મેડીકલ માર્ગદર્શન કાર્યક્રમમાં અમદાવાદથી નિષ્ણાંત તબીબ, જાણીતા હેમેટોલોજીસ્ટ ડો. નિર્સગ ઠકકર (ત્રિશા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, અમદાવાદ) દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. સૌરાષ્ટ્રના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. રાજેશ તૈલી થેલેસેમીયા બાળકોનું હૃદય કેવી રીતે સુરક્ષીત રાખી શકાય તે અંગેની વિશેષ માહિતી તથા થેલેસેમીયા રોગના જાણકાર ડો. નીખીલ શેઠ (પીડીયાટ્રીશ્યન) બાળકોમાં થતાં થેલેસેમીયા રોગ વિશે ખાસ ઉપસ્થિત રહી થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને માર્ગદર્શન આપશે. જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવાને બદલે પોતે જે મહારોગથી પીડાય છે એના જેવા હજારો બાળકોને ઉપયોગી થવાની ભાવનાથી, સુખી સપન્ન પરિવારનાં જય જિતુલભાઈ કોટેચા પરિવારે નક્કી કર્યું કે જન્મદિવસની ઉજવણી આ મંગલમય રીતે કરીએ. ઉલેખ્ખનીય છે કે જય અમિતાભ બચ્ચનને પણ મળી આવ્યો છે. અમેરિકા સહિતના દેશોમાં તેણે પ્રવાસ પણ કર્યો છે. આપત્તિને અવસર બનાવી જયે પોતાના માતા પિતા, બહેન તેમજ કોટેચા પરિવારના સહયોગથી માત્ર થેલેસેમિયા રોગને પણ નહીં પરંતુ દિવ્યાંગતાને પણ મહાત આપી છે. 

થેલેસેમિયા એ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડા દાયક, જાનલેવા રોગ છે. આ રોગ માતા–પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન પહેલા ન કરાવેલા થેલેસેમીયા ટેસ્ટના હિસાબે બાળકોમાં જોવા મળે છે, જેથી બાળકો આ રોગ સાથે જ જન્મે છે. થેલેસેમીયા પીડીત બાળકોને જીવનભર(અતિ મર્યાદિત આયુષ્યનું પણ જોખમ) અને દર મહિને બે થી ચાર વાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ લેવી પડે છે, ઈન્જેકશનો લેવા પડે છે, જે સારવારનો ખર્ચ દર મહિને રૂા. ૮,૦૦૦/- થી રૂા. ૧૦,૦૦૦/– નો થાય છે, જે સારવાર કરાવવા છતા પણ ઘણાં દર્દીઓને કમનસીબે બચાવી શકાતા નથી.

થેલેસેમીયાના બે પ્રકાર છે : (૧) થેલેસેમીયા માઈનોર.... જેમકે અમિતાભ બચ્ચન કે જેને થેલેસેમિયા માઈનોર છે પણ તેને કોઈ સારવારની જરૂર નથી. (૨) થેલેસેમીયા મેજર અથવા રોગગ્રસ્ત પરિસ્થિતિ કે જેમાં જન્મેલા બાળકને જિંદગીભર લોહી, દવા, સારવારની જરૂર પડે છે. જો માતા – પિતા બંને થેલેસેમીયા માઈનોર હોય તો જ બાળકને થેલેસેમીયા મેજર રોગ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. થેલેસેમીયા મેજર મુખ્યત્વે તમામ જ્ઞાતિમાં અને ધર્મમાં જોવા મળે છે. રકત એજ આ બાળકોનો ખોરાક છે માટે જ રકતદાન પ્રવૃતિ જ આ થેલેસેમિયા પીડીત બાળકોના જીવનદીપને પ્રજવલીત રાખી શકે છે.

એક થેલેસેમીયા પીડીત બાળકને પોતાની મર્યાદિત જીંદગી દરમિયાન લગભગ ૫૦ થી ૬૦ હજાર ટીકડીઓ, ૫ થી ૬ હજાર ઇન્જેકશન તેમજ ૭૦૦ જેટલી બોટલ લોહીની ચડાવવી પડતી હોય છે. સમગ્ર ગુજરાતમાં આશરે ૧૦,૦૦૦ બાળકો જીવલેણ તેમજ અત્યંત પીડાદાયક બિમારી થેલેસેમીયા ગ્રસ્ત છે અને કમનસીબે, પુરતી જાગૃતિના અભાવે નવા બાળકો હજુ જન્મતા જ જાય છે. રાજકોટમાં પણ ૫૦૦ જેટલા તમામ ધર્મ તમામ જ્ઞાતીના થેલેસેમીયા પીડીત બાળકો સતત પીડા વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરી રહયાં છે. રાજકોટ ગત મહિનાઓ દરમ્યાન જ અનેક થેલેસેમીક બાળકો કમનશીબે થેલેસેમીયાની બિમારીના હિસાબે મૃત્યુ પામ્યા છે. જેમ પોલીયો રોગની નાબુદી કરવામાં સરકારને, સંસ્થાઓને સફળતા મળી તેજ રીતે થેલેસેમીયાની નાબુદી કરવામાં હજુ વધુ અભીયાન સરકારી તંત્રો, સંગઠનો, સંસ્થાઓ, જ્ઞાતીઓ, મેરેજબ્યુરોના સંચાલકો, સ્કુલ-કોલેજો–યુનીવર્સિટીઓ ઉપાડે તે સમયની માંગ છે.

થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવારને પ્રિન્ટ, ઈલેક્ટ્રોનીક્સ, ડીઝીટલ મીડીયા, વિવિધ બ્લડ બેંકો, ડોક્ટર્સ મીત્રો, સમાજની સર્વે સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મહાજનો, રાજકોટ લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર - કચ્છ રઘુવીર સેના (રાજકોટ), ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, એડવોકેટ યોગેશભાઈ લાખાણી, હોસ્પિટલ સેવા મંડળ, અંબિકા ટ્રસ્ટ, જગતસિંહ જાડેજા, ભારત વિકાસ પરીષદ, મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા (લાઈફ સંસ્થા), જૈન સોશ્યલ ગૃપ પરીવાર, પુરૂષાર્થ યુવક મંડળ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સંકલ્પ ટ્રસ્ટ, થેલેસેમીયા પીડિત બાળકો માટે કાર્ય કરતી સંસ્થાઓ, બડા બજરંગ મિત્ર મંડળ સહિતના અનેકોનો સતત સહકાર, માર્ગદર્શન મળે છે જે બદલ તમામનુ થેલેસેમીક બાળકો તેમજ તેમનો પરીવાર ઋણ સ્વીકાર કરે છે. થેલેસેમિયા પીડિત બાળકોનું જીવન દીપ પ્રજ્વલિત રાખવા સૌ વધુને વધુ રકતદાન કેમ્પ કરે તેવી વિનંતી થેલેસેમિયા પીડિત બાળકો તેમજ તેમના પરિવારે કરી છે.

ટુંક સમયમાં સંકલ્પ ઈન્ડીયા ફાઉન્ડેશન (બેંગ્લોર)ના માર્ગદર્શન અને સહયોગથી વિશ્વકક્ષાનું સદગુરૂ લોક કલ્યાણ ફાઉન્ડેશન આધુનીક બ્લડ ટ્રાન્સમીશન સેન્ટર કરણપરા, લોહાણા મહાજનવાડી, રાજકોટ ખાતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો. નિશાંત ચોટાઈ, ડો. જનકભાઈ ઠકકર, ઉમેશભાઈ નંદાણી, કિશોરભાઈ કોટક, જીતુલ કોટેચા તથા રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી શરૂ થવા જઈ રહયું છે.

આ મેડીકલ માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્થિત રહેવા સૌ થેલેસેમીક બાળકોને વધુને વધુ લાભ લેવા માટે વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, જીતુલ કોટેચા, ડો. રવિ ધાનાણી, , કલ્પેશભાઈ પલાણ, સંજયભાઈ કક્કડ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, દીપકભાઈ રાજાણી, બાલાભાઈ સૌમૈયા, હિરેનભાઈ વડેરા, ડો. રમેશભાઈ ભાયાણી, હિતેશભાઈ ખખ્ખર તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ વિમલભાઈ ડી. જાની, વિજયસિંહ ડી. ચૌહાણ, હરીભાઈ એમ. પટેલ, મૌલિક્ભાઈ એસ. ઢેબર, ચંદુભાઈ આર. પટેલ, જીતેષભાઈ પી. શાહ, યોગેશભાઈ એ.ઘેલાણી, સુનીલભાઈ એમ. ભીંડી, શાંતિલાલ ટી. ફળદુ, સેજલબેન આર. વાઢેર, નીશાબેન કે. ચૌહાણ સહિનાઓ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપ.હા.સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો માટે મેડીકલ માર્ગદર્શન કેમ્પ અને આનંદોત્સવમાં  ડો. રમેશભાઈ ભાયાણી સાહેબ, ડો. જનકભાઈ ઠક્કર,  કિશોરભાઈ રાઠોડ , ઉપેનભાઈ મોદી, પ્રફુલભાઈ ગોસ્વામી વિનયભાઈ જસાણી, રંજનબેન લાલ, હીરેનભાઈ લાલ પરીવાર, અરુણભાઈ નિર્મળ, ધર્મેશભાઈ મહેતા,  હસુભાઈ રાચ્છ,   પારસભાઈ મોદી,  રમેશભાઈ ઠક્કર, હિમાંશુભાઈ માંકડ, સુરેશભાઈ બાટવીયા, કિરીટભાઈ પાંધી, હિતેષભાઈ બાલાજી તક્ષભાઈ મિશ્રા, વિજયભાઈ પુરવાણી, દીપકભાઈ રાજાણી , ધર્મેશભાઈ જોગિયા,   સંદીપભાઈ પાલા,  ડો. રવી ધાનાણી,  ધર્મેશ રાયચુરા,  ધારા રાજદેવ, અભી વ્યાસ,  હિરેન મંગલાણી,  પુનીતાબેન હોસ્પિટલ, ધર્મેશભાઈ સાકરિયા, ડો. સીમા બુધરાણી, અમિતભાઈ મહેતા, નેહલ દવે, દુર્ગેશ ગંગેરા, કલ્પેશભાઈ ગમારા, ભાસ્કરભાઈ પારેખ, અરવિંદભાઈ વોરા, સુનીલભાઈ દામાણી,  ઉમાબેન ધાવરી,  લવજીભાઈ પ્રજાપતિ , દિપકભાઈ શેઠ, નીલેશભાઈ કામદાર , રાહુલભાઈ ગોહેલ , રાજકોટ લોહાણા મહાજન, મોઢ વણિક વિધાર્થી ભવન, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, હોસ્પીટલ સેવા મંડળ,  રેડક્રોસ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, વોલન્ટરી બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક, જીવનદીપ બ્લડ બેંક, તેમજ થેલસેમીયા પીડીત બાળકો માટે કામ કરતી સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો, દાતાઓ, કાર્યકર્તાઓનું ઋણ સ્વીકાર  કરાયું છે.

થેલેસેમીયા પીડીત બાળકોનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, હિતેશભાઈ બાલાજી, પરસોતમભાઈ વેકરીયા, મનોજભાઈ ચૌહાણ, મિતુલભાઈ લાલ, હિતેષભાઈ ગણાત્રા, લલીતભાઈ પુજારા, નૈષધભાઈ વોરા, શૈલેષભાઈ ચૌહાણ, જયરામભાઈ પટેલ, મિત ખખ્ખર, વિનેશભાઈ હિંડોચા, કિરીટભાઈ પાંધી, રાજેશભાઈ સેજપાલ (મુંબઈ), પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, કિશોરસિંહ બારડ, અરવિંદભાઈ પારેખ, દશરથભાઈ પારેખ, સંદીપભાઈ પાલા, ધર્મેશભાઈ સોની, દિનેશભાઈ ધામેચા, જે.જે. પોપટ, ધર્મેશભાઈ સાકરીયા, રાહુલભાઈ ગોહેલ, વિપુલભાઈ ભટ્ટ , દિનેશભાઈ ગોવાણી,  જીતુભાઈ ગાંધી, મહેશ જીવરાજાણી, મહેશભાઈ વ્યાસ, દક્ષીણીભાઈ જોષી, શરદભાઈ દવે, મિહિર ગોંડલિયા, વિનેશભાઈ હિંડોચા, મનસુખભાઈ રાજાણી, રમેશ શિશાંગિયા, અનિલ ધોળકીયા, અશ્વિનભાઈ સોનાગરા વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

કાર્યક્રમ તેમજ થેલેસેમિયા અંગેની વિશેષ માહિતી માટે, અનુપમ દોશી (૯૪૨૮૨ ૩૩૭૯૬), મિતલ ખેતાણી (૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલ કોટેચા (૯૩૭૪૧ ૫૪૦૦૦), ડો. રવિ ધાનાણી (૯૪૨૭૨ ૩૬૯૦૨), વિમલભાઈ જાનીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.