દિવ્યાંગ શિક્ષિકાએ ન્યાય માટે કલેક્ટરને કરી રજૂઆત

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, સુરત

ઘોડદોડ રોડ પર આવેલા અંધજન શિક્ષણ મંડળમાં દેવયાનીબેન આર. ઠાકોર વિદ્યાર્થી તરીકે 1985માં અભ્યાસ કરતા હતા. ત્યાર બાદ તેમની સુઝબૂઝને આધારે તેમની આજ શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ત્યાર બાદ તેમના નિષ્ઠાપૂર્વકના કાર્યને લઈને 15મી એપ્રિલ, 2005થી તેમને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે નિયુક્ત કરાયા. તેમની શિક્ષક તરીકેની કામગીરીને પરિણામે આ શાળામાં દૃષ્ટિહિન વિદ્યાર્થીઓની કારકિર્દી વધી રહી હતી તે દરમિયાન આચાર્ય પદે નવા આચાર્યા મનીષાબેન ગજ્જર આવ્યા અને કાવાદાવા શરૂ થયા. જેમાં સંપર્ક અધિકારી દીપકભાઈ અંકલેશ્વરીયાએ પણ સપોર્ટ પૂરો પાડ્યો જેના લીધે શિક્ષક તરીકે ફરજ બજાવતા વડીલ કર્મચારીઓએ તેમના આ પ્રકારના વલણને સહન કર્યે રાખ્યું. જ્યારે દેવયાનીબેન ઠાકોરે આ અંગે વિરોધ કરી ક્ષતિઓ દૂર કરવા ધ્યાન દોર્યું પરંતુ તેમને જ ટાર્ગેટ બનાવીને તેમની સામે જ માનસિક દબાણ શરૂ કરવામાં આવ્યું. એટલું જ નહીં તા. 22મી એપ્રિલ, 2021ના રોજ તેમને સસ્પેન્ડ કર્યા. આમ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી દરેક રીતે પજવણી કરી 7મી માર્ચ 2022ના રોજ દંભી ખોટી ગેરકાનૂની નીતિ અખત્યાર કરી બરતરફ કરવામાં આવ્યા છે. આ અંધ, દિવ્યાંગ શિક્ષિકાએ તેમનું આ સંસ્થામાં સામાજિક, આર્થિક અને માનસિક શોષણ કેટલું વ્યાજબી છે તેવા સવાલો ઉઠાવી કલેક્ટરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.