પત્ની સાથે ઝઘડા બાદ પતિએ નદીમાં કૂદીને કર્યો આપઘાત

પત્ની સાથે ઝઘડા બાદ પતિએ નદીમાં કૂદીને કર્યો આપઘાત

વડોદરા ઃ પાદરામાં અંબાશકરી ખાતે રહેતા વિજય જશભાઈ મહિડાની પત્ની રોશન સાથે જમવા બાબતે થયેલી તકરારના કારણે રોશને પતિ વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પત્નીએ કરેલી અરજીની જાણ વિજયને થતા તે તા.30ની રાત્રે બાઇક લઈને ઘેરથી જતો રહ્યો હતો. બાદમાં પાવડા ગામની સીમમાં મહી નદીનાં કિનારે પહોંચી પાદરામાં રહેતા અતુલ શાહને ફોન કરી હવે મારે જીવવું નથી મહી નદીમાં પડવા જાઉં છું કહી નદીમાં પડતું મૂકી દીધું હતું. વિજયની ત્રણ દિવસની શોધખોળ બાદ નદીના પાણીમાં તરતી લાશ જોવા મળી હતી.