શાહરૂખ અને તાપસી બંનેય સાથે ફિલ્મમાં દેખાય તેવી સંભાવના

શાહરૂખ અને તાપસી બંનેય સાથે ફિલ્મમાં દેખાય તેવી સંભાવના

હીરોઈન તાપસી પન્નુ અને શાહરુખ ખાન પ્રથમ વાર સાથે ફિલ્મમાં દેખાય તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાજકુમાર હીરાણી અને કનિકા ઢિલ્લોંએ લખી હોવાનું કહેવાય છે. આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને એક વખત એવો સવાલ પૂછેલો કે શું તમો શાહરુખ સાથે કામ કરવાના છો? એનો ઉત્તર આપતાં તાપસીએ કહ્યું કે જો આવું કંઈક હશે તો હું જાહેરમાં કહીશ. સાથે તેણે એમ પણ કહ્યું કે જો હું સાઇન કરીશ તો હું પોતે જ એનો ખુલાસો કરીશ. જોકે હાલમાં આવી તો કોઈ સ્પષ્ટતા તાપસીએ નથી કરી કે તેને આ ફિલ્મ મળી છે કે નહીં. જોકે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શાહરુખ અને તાપસી સાથે જોવા મળવાનાં છે અને આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં ૨૦૨૨ના મે મહિનામાં શરૂ કરવામાં આવશે.