સીબીએસઈ પરીક્ષામાં ટોચ કક્ષાની સિદ્ધિ મેળવી વિદ્યાર્થીઓએ અગ્રવાલ વિદ્યા વિહારનું ગૌરવ વધાર્યું

agrawal vidya vihar

સીબીએસઈ પરીક્ષામાં ટોચ કક્ષાની સિદ્ધિ મેળવી વિદ્યાર્થીઓએ અગ્રવાલ વિદ્યા વિહારનું ગૌરવ વધાર્યું

જૈનશિલ્પ સમાચાર, સુરત

વેસુ ખાતે આવેલી અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલના સીબીએસઈની 12માં ધોરણ અને 10મીના વિદ્યાર્થીઓએ ટોચ કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરી આ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે વિદ્યાલયના વિદ્યાર્થી પ્રેમ અગ્રવાલે કોમર્સ વિષયમાં 99 ટકા, વિદ્યાર્થિની વિશ્વા કાવડિયાએ હ્યુમેનિટીઝમાં 97.8 ટકા માર્ક્સ મેળવી આખા સુરત શહેરમાં બીજું સ્થાન મેળવ્યું છે. ધોરણ 12માં 73 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 59 વિદ્યાર્થીઓએ 90 માર્ક્સથી વધુ માર્ક્સ મેળવ્યા છે. કેટલાયે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક સફળતા હાંસલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓએ અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.