મલેકપુર ગામે સ્વ ક્રિશ અમિત ભાઈ રાવલની વર્ષિય વિધિ કરવામાં આવી
malekpur punyatiti

મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના સિનિયર પત્રકાર શ્રી હરિપ્રસાદ રાવલ ના પૌત્ર સ્વ ક્રિશ અમિત ભાઈ રાવલ નું તારીખ 11-02-2025,,ને મંગળવાર ના રોજ દુઃખ દ અવસાન થયું હતું.સંજોગોવશાત સ્વ ક્રિશ અમિત ભાઈ રાવલ ની વર્ષિય વિધિ (વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે) તેમના આત્માને શાંતિ મળે તે માટે તેમના ઘરે (નિવાસ સ્થાને) તારીખ 27-03-2025ને ગુરુવાર ના રોજ મલેકપુર ના વિદ્વાન બ્રાહ્મણ પંડ્યા નરેન્દ્ર ભાઇ ના હસ્તે સ્વ ક્રિશ અમિત ભાઈ રાવલ ના પિત્રાઇ કાકા દિનેશભાઇ કરુણા શંકર રાવલ ની સાનિધ્ય માં મંત્રોચ્ચાર સાથે વિધી દ્વારા કરવામાં આવી હતી બ્રાહ્મણ ને યથા શક્તિ ભેટ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.દાદા, હરિપ્રસાદ રાવલ,દાદી ઇન્દિરા બા, પપ્પા અમિત ભાઈ, મમ્મી મમતા બેન દ્વારા સદર કાર્યક્રમમાં કુટુંબ ના તથા બાલવાડી નાં બાળકો ને ભોજન કરાવ્યું હતું દરમિયાન દિકરીઓ, બહેનો ભાણેજ ને યથા શક્તિ દાન ભેટ આપી સાડી બદલાવી હતી