વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવી સંતરામપુરનું નામ રોશન કરતા મહેન્દ્ર ભાટિયા
Hariprasad Raval
જૈનશિલ્પ સમાચાર, હરીપ્રસાદ રાવલ દ્વારા
આંતરરાષ્ટ્રીય મેગેઝીન કમિટી દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ અને શૌર્યગીત કાવ્ય-લેખન સ્પર્ધા "દેશ પરદેશ" કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિશ્વભરના સર્જકોએ કૃતિ રજૂ કરી હતી. જેમાં મહીસાગર, સંતરામપુરના મહેન્દ્ર ભાટિયાએ પોતાની કૃતિ રજૂ કરી હતી. આ સમગ્ર કૃતિઓનું "કાવ્ય અમૃત" નામનું પુસ્તક પ્રકાશિત થવાનું છે. આ સ્પર્ધા અને પુસ્તકને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન પ્રાપ્ત મળ્યું છે. સંતરામપુર, મહીસાગરના કવિ, લેખક, પત્રકાર મહેન્દ્ર ભાટિયાને ગોલ્ડ મેડલ, પ્રમાણ પત્ર અને મોનોગ્રામથી સન્માનિત કરી એવોર્ડ પ્રદાન કરેલ છે.
મહેન્દ્ર ભાટિયાનાં છ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. બે પુસ્તકો પ્રકાશનમાં છે. અને હાલ બીજાં બે પુસ્તકો તેઓ તૈયાર કરી રહેલ છે. તેઓ નિવૃત્ત માધ્યમિક શિક્ષક છે. નિવૃત્તિ પછીની તેમની પ્રવૃત્તિ સાહિત્ય સેવાથી, ભાટિયા સમાજ તેમજ સંતરામપુર નગરનું નામ સાહિત્ય જગતમાં અંકિત કરી ગૌરવાન્વિત કર્યું છે. તેમના સ્નેહીજનોને અભિનંદન પાઠવતાં મહેન્દ્ર ભાટિયા જણાવે છે કે આ તો સરસ્વતીજીની કૃપા ગુરુ અને વડીલોના આશીર્વાદ, તેમજ કર્મભૂમિ સંતરામપુરની શક્તિનો પ્રતાપ છે. હું તો એક યુવાન વૃદ્ધ કર્મશિલ માનવ છું.