કનકબેન રાવલનું ગર્વ ફાઉન્ડેશન દ્વારા ગર્વ એવોર્ડથી સન્માન

sanman-29-05-2022

જૈનશિલ્પ સમાચાર, હરીપ્રસાદ રાવલ-મલેકપુર

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામના હર્ષદભાઇ રાવલની દીકરી કનકબેન હર્ષદભાઇ રાવલે ગાંધીનગર ખાતે પોલીસ વિભાગમાં સેવા કરીને અરવલ્લી ગોળ તપોધન બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું છે, ઉપરાંત ગુજરાત બ્રહ્મસમાજનું તથા પોતાના વતન ડેમાઇ ગામનું પણ ગૌરવ વધાર્યું છે. કનકબેન એચ. રાવલનું ગર્વ ફાઉન્ડેશન દ્વારા દેશ સેવા બદલ ગર્વ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ડેમાઇ ગામનું નામ રોશન કરવા બદલ તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી હતી. અરવલ્લી એસ.પી. એન.એફ પ્રોડયુસર કંપનીના સભ્યોની સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત રાજય એસ.પી.એન.એફ.ના અધ્યક્ષ પ્રફુલભાઈ સેજલીયા તથા કુબેર કોર્પોરેશન અધ્યક્ષ દીક્ષિતભાઈ પટેલ તથા કંપની સેક્રેટરી યોગેશભાઈ સામૈયા તથા ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.