નાની સરસણ ખાતે પદવીદાન સમારંભ યોજાયો

jainshilp samachar

નાની સરસણ ખાતે પદવીદાન સમારંભ યોજાયો

જૈનશિલ્પ સમાચાર, મહિસાગર
હરીપ્રસાદ રાવલ દ્વારા
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા તથા હિન્દુ ધર્મસેના દ્વારા ભક્ત બેટ ભિલોડા દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય સંઘ સમિતિના ગુજરાત રાજયના પ્રમુખ અને વડતાલ ના સ્વામી પરમ પૂજ્ય શ્રી નૌતમ સ્વામી સહિત વિવિધ ગામોના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ભિલોળીયા તળાવની પાળ પર  સાંસ્કૃતિક પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન પણ નૌતમ સ્વામીના હસ્તે કરાયું હતું. સદર કાર્યક્રમમાં મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ દશરથભાઈ બારીયા પૂર્વ પ્રમુખ જે.પી.પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહિસાગર જિલ્લામાંથી વિવિધ ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન અખિલ ભારતીય સંસ્કૃતિ દ્વારા જુદા જુદા  તાલુકાના લોકોને વિવિધ હોદ્દાઓ આપી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામના મનહરભાઈ પંચાલ તથા શિવાભાઈ પટેલ તથા શિવાભાઈ પગી તથા મહિસાગર જિલ્લાના સંયોજક ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.