સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા નવો ચેતના જાગરણ 108 કુંડી મહાયજ્ઞ યોજાયો

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, મહિસાગર, પત્રકાર ઃ હરીપ્રસાદ રાવલ
મહિસાગર જીલ્લાના સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા નવો ચેતના જન જાગરણ 108 ગાયત્રી મહાયજ્ઞ તારીખ 6- 11- 22 ના રોજ આવો ઘડીએ સંસ્કાર પેઢી અંતર્ગત 600 બહેનો ના ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન થયો તેમજ વિવિધ સંસ્કારો સંપન્ન થયા. યજ્ઞની શરૂઆત દરમિયાન મહિલા પ્રતિનિધિ તરીકે પધારેલા આદરણીય રાજબાળાશ્રીનું સન્માન  તથા સ્વાગત ગાયત્રી પરિવારના ટ્રસ્ટીગણે કર્યું તથા મહીસાગર જિલ્લાના કાર્યકર એસ. એમ. ખાંટનું સ્વાગત શાલ ઓઢાડીને કર્યું હતું. આદરણિય રાજ બાળા દ્વારા સગર્ભા બહેનોને બાળકની સંભાળ કેવી રીતે રાખવી જેના વિચારો શ્રવણ સાથે સરખાવી દ્રષ્ટાંતરુપી ઉદાહરણો આપી માતા બનવા માટેના આવનાર બાળક મહામાનવ કેવી રીતે બને તેનો વિશેષ સંદેશ પાઠવ્યો હતો. ગર્ભમાં રહેલા બાળક તેના માતા પિતાએ આવનાર બાળકને સંસ્કારવાન બને તેવું વાતાવરણ ઘરનું રાખવા અનુરોધ કર્યો.  મંત્રોચ્ચાર સાથે ઔષધિ આપી ફૂલ વરસાવી આશીર્વચન પાઠવ્યા.
જેનું સંચાલન મીના બેનની ટૂકડીએ કર્યું હતું તેમજ વિવિધ સંસ્કારોમાં વિધ્યારંભ-17, નામ- કરણ-19, મુડન-51, અન્ન પ્રાસન-11 થયું છે. તેમજ વિવિધ સંસ્કારો પણ કરવામાં આવ્યા. જેનું સંચાલન ભગોરા તથા નાથાભાઈ પટેલે કર્યું. 
સગર્ભા બહેનોને ભગવતી ભોજનાલયમાં પ્રસાદ માટેની અલાયદી વ્યવસ્થા કરી જમાડવામાં આવ્યા હતા. ભગવતી ભોજનાલયમાં પ્રસાદ માટે ભાવિક ભક્તોને અર્પણ કરાયું જેમાં 20,000થી વધુ ભક્તોએ લાભ લીધો હતો. બપોર પછી મહિલા સંમેલન તેમજ કાર્યકર્તાઓને તેમજ વિવિધ પ્રજ્ઞા મંડળ મહિલા મંડળો અને સખીમંડળોની જ્ઞાન ગોષ્ઠી ડોક્ટર અલ્પા શાહ તથા રાજબાળા બ્રહ્મભટ્ટ મારફતે દ્રષ્ટાંતો આપી મહિલા સશક્તિકરણ તેમજ મહિલા ઉત્કર્ષ માટેના વિવિધ દ્રષ્ટાંતો આપી મહિલાએ ઘરની લક્ષ્મી હોવાનું બિરુદ આપી મહિલા ગોષ્ટિનું સમાપન કર્યું. સમગ્ર સફળ સંચાલન રામજીભાઈ ગરાસિયા ગાયત્રી શક્તિ પીઠ વ્યવસ્થાકે કર્યું હતું.