સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત મહાયજ્ઞ સમાપન વેળા કુદરતી ખેતી તરફ વાળતા રાજ્યપાલ

જૈનશિલ્પ સમાચાર, પત્રકાર - હરીપ્રસાદ રાવલ, સંતરામપુર
સંતરામપુર ઃ સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત 108 કુંડી  મહાયજ્ઞ સમાપનના દિવસે કિશાન સમ્મેલનને મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધન કરતા જણાવ્યું હતું કે કુદરતી ખેતીથી અનેક ફાયદાઓ થાય છે. જેથી ખેડૂતોએ કુદરતી ખેતી તરફ આગળ વધવું જોઈએ. આ અંગેનું માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે ગૌ આધારિત કુદરતી ખેતી કરવાથી અને ગાયના છાણનો ઉપયોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. ગાયના છાણમાં અસંખ્ય જીવાણુઓ ઉત્પન્ન થાય છે. એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડ જીવાણુંઓ હોય છે. દસ કિલો છાણમાં ત્રીસ લાખ કરોડ જીવાણુઓ હોય છે. જે સૂક્ષ્મ જીવાણુઓ ખેતરના પાકને સારું પોષણ આપે છે. ધરતી માતા રસકસવાળી બને છે. અળસીયા વનસંપત્તિ ઉછેર માટે મદદરૂપ થાય છે. જે રાસાયણિક ખાતરથી નાશ પામે છે. જેથી ખેડૂતોએ કુદરતી ખેતી તરફ આગળ વધીને ધરતી માતાની સાથે આરોગ્યપ્રદ પાક ઉગાડવો જોઈએ.