શહેર ટ્રાફિક પોલીસ અને એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ તરફથી ટ્રાફિક ફેર-2022નું આયોજન કરાયું
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, સુરત
શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે ત્યારે વાહનોની સંખ્યામાં પણ બમણો વધારો થઈ રહ્યો છે. એક-એક ઘરમાં બે-બે ત્રણ-ત્રણ બાઈક કે મોપેડ રખાતી હોય છે. આના કારણે ટ્રાફિકની સમસ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. આવી વિકટ સ્થિતિમાં લોકોમાં જાગૃતિ જરૂરી છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં અને સમાજના દરેક લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા સુરત શહેર ટ્રાફિક પોલીસ અને એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આઈ ફોલો કેમ્પયન અંતર્ગત ટ્રાફિક ફેર-2022નું આયોજન કરાયું હતું. જે અન્તર્ગત વિદ્યાર્થીઓએ ટ્રાફિકની સમસ્યા અને નિવારણ માટેના વિવિધ મોડલ્સ બનાવ્યા હતા. જેનો મુખ્ય હેતુ હેલ્મેટ ન પહેરવાથી થતું નુકસાન, સીટબેલ્ટ ન બાંધવાથી થતી જાનહાનિ વાહનોની વધારે પડતી સ્પીડ, વાહન ચલાવતી વખતે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવાથી થતા અકસ્માતોના નિવારણ વગેરે બાબતોને ધ્યાનમાં લઇ અમૂલ્ય જીવન કેવી રીતે બચાવી શકાય તે અંગેનું સુંદર નિદર્શન બાળકો દ્વારા રજૂ કરાયું હતું. એલ. પી. સવાણી શાળામાં વિદ્યાર્થીઓમાં તથા સમાજમાં ટ્રાફિક નિયમો અંગે અવેરનેસ ફેલાય તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ મોડેલ્સ અને ચિત્રોની પણ સ્પર્ધા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. તથા વિવિધ મોડલ પણ રજૂ કરાયા હતા. શહેર પોલીસ કમિશનર અજય કુમાર ડીસીપી શ્રીમતી અમિતા વાનાણી, એએસપી એમએચ શેખ, પી.આઈ. રબારી તેમજ શાળાના સંચાલક માવજીભાઈ સવાણી, સંચાલક ધર્મેન્દ્ર સવાણી અન્ય ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા, વિનોદભાઈ ગોલકીયા, ઘનશ્યામભાઈ પાવસીયાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક અંગેની સમસ્યાઓને વિવિધ સ્વરૂપે ડાન્સ દ્વારા, ચિત્ર પ્રદર્શન દ્વારા, પ્લે કાર્ડ દ્વારા અને વર્કિંગ મોડેલ દ્વારા રજૂ કરી વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવામાં આવ્યું હતું.