રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ગિલોય, સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય

Giloy power

રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ગિલોય, સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય

 ગિલોય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી છે. તેના અન્ય પણ જોરદાર ફાયદાઓ છે જેના વિશે ઘણાં લોકો જાણતા નથી. ગિલોય બદલાતી સીઝનમાં અનેક પ્રકારના વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ગિલોયનો ઉપયોગ કોરોના વાયરસ સામે રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ થઈ રહ્યો છે.  
ગિલોય એક આયુર્વેદિક ઔષધી છે. તે એક વેલ છે, જેનાં પાન મોટા અને ચીકણા હોય છે. તે ખાલી મેદાન, રોડ-રસ્તાની કિનારીઓ, જંગલ, પાર્ક, બાગ-બગીચા, ઝાડી-ઝાંખરાં અને દીવાલો પર ઉગે છે, પરંતુ તેને ઘરમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. બજારમાં પણ ગિલોયની વિવિધ દવાઓ અને ઉકાળા ઉપલબ્ધ છે.  દરરોજ ગિલોયનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. કારણ કે તેમાં ગિલોસ્ટેરોલ, ગ્લુકોસાઈડ, બર્બેરિન, ગીલોઈન, ગીલોઈન્ન આલ્કલાઇડ જેવા તત્વો હોય છે. આ તત્વો તાવ, ફ્લ્યુ, ડેન્ગ્યું, મેલેરિયા, પેટની સમસ્યા, લો બ્લડ પ્રેશર, હ્રદય રોગ, એલર્જી, ડાયાબીટીસ, સ્કીનને લગતી બીમારીઓ વગેરે દુર કરવામાં મદદરૂપ બને છે. ગિલોયને આંબળા સાથે લેવાથી ચામડી સંબંધી રોગો જેવા કે એગ્જમાં, સોરીયાસીસ તેમજ લોહીની કમી, કમળો વગેરે જેવા રોગોથી રાહત મેળવી શકાય છે.
- મિત્તલ ખેતાણી