ગિજુભાઈ બધેકાની ૮૩મી પૂણ્યતિથિ નિમિત્તે બાળકોનો સંસ્કાર ઘડતર કાર્યક્રમ યોજાયો
gijubadheka
જૈનશિલ્પ સમાચાર, અમદાવાદ
ગિજુભાઈ બધેકાની ૮૩મી પૂણ્યતિથિ નિમિત્તે તારીખ 23મી, ૨૦૨૨ના રોજ અભિનવ વિદ્યાવિહાર વિસત પેટ્રોલ પંપ પાસે બાળકોનો સંસ્કાર ઘડતર કાર્યક્રમ પુર્વી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે ભરત પંચોલી, મણિલાલ શ્રીમાળી 'મિલન', ગંગારામ મકવાણા તથા અરૂણા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.ભરત પંચોલીએ પૂર્વી સેવા ટ્રસ્ટના કાર્ય અને એક વાર્તા "કિસકા ડોશી કિસકા નામ, ચાલો ભંભોટિયા અપના ગામ" કરી હતી. મણિલાલ શ્રીમાળી 'મિલન' દ્વારા ગિજુભાઈ બધેકાના જીવન ઝરમર વિષેની જાણકારી આપી હતી. અને એક બાળગીત "હાલ જંબુરીયા... લંગુરીયા..." અભિનય સાથે ગાઈ રજૂ કર્યું હતું. ગંગારામભાઈએ ગાંધીજીનું પ્રિય ભજન "વૈષ્ણવ જન તો તેને રે કહીએ.. "ગાયું હતું. અરૂણાબેન ચૌહાણે આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમમાં અભિનવ શિક્ષણ સંકુલનો સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમની મજા માણી હતી.