શ્રી ગ્રામ્ય જીવન કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

mahisagar-sabha

શ્રી ગ્રામ્ય જીવન કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

જૈનશિલ્પ સમાચાર    (હરીપ્રસાદ રાવલ દ્વારા) 
મહીસાગર જિલ્લાના  લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે આવેલી  શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર હાઇસ્કુલમાં તારીખ 25મી, જૂન, 2022ને શનિવારના રોજ સવારના 10-00 કલાકે પટેલ ભુલાભાઈ સબૂરભાઈના અધ્યક્ષસ્થાને શ્રી ગ્રામ્ય જીવન કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. 
જેમાં અધ્યક્ષની દરખાસ્ત રાવલ હરિપ્રસાદ નાથાલાલ ટ્રસ્ટી અને સહમંત્રીએ કરી હતી અને ટેકો સિસોદિયા નરેન્દ્રસિંહ ઇન્દ્રસિહ ઉપ પ્રમુખએ આપ્યો હતો. મિટીંગની  શરુઆતમાં સહમંત્રી રાવલે સ્વ. સભાસદો તથા સ્વ. શિક્ષક ભાઈ-બહેનો તથા સગાં-વહાલાં તથા વિર શહીદોના આત્માને પ્રભુ શાંતિ આપે એજ પરમકૃપાળુ પરમેશ્વર પ્રાર્થના કરવા સમૂહમાં બે મિનિટ મૌન ધારણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મિટીંગની શરુઆત કરી હતી  જેમાં જરુરી ઠરાવો કર્યા હતા તથા મંત્રી સિસોદિયા દિગ્વિજય સિંહ એચ સિસોદિયા એ તા-1-04-2021થી તા-31-03-2022 સુધીના હિસાબો તથા  આવક જાવકના તમામ ખર્ચાઓની જાણકારી આપી હતી. 
સદર મિટીંગમાં પ્રમુખ પટેલ ભુલાભાઈ સબૂરભાઈ તથા ઉપપ્રમુખ સિસોદિયા નરેન્દ્રસિંહ ઇન્દ્રસિહ તથા મંત્રી દિગવિજયસિહ એચ. સિસોદિયા તથા સહમંત્રી હરિપ્રસાદ એન. રાવલ તથા હાઇસ્કુલના આચાર્ય પટેલ શૈલેષભાઈ એમ. તથા ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. 
જેમાં પંડ્યા નરેન્દ્રકુમાર હરીશંકર તથા પંડ્યા વિકાસકુમાર કનુભાઈ તથા પટેલ જયેશકુમાર મોતીભાઈ તથા પ્રજાપતિ ભીખાલાલ નાનજીભાઈ તથા પટેલ દેવેન્દ્ર કુમાર શિવાભાઇ તથા પટેલ મોતીભાઈ વિરાભાઇ તથા પટેલ શિવાભાઈ વિરાભાઈ તથા પટેલ ભેમાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંતે અલ્પાહાર બાદ મિટિંગ સંપન્ન થઈ હતી.