વિરપુર ખાતે મળેલી કારોબારી મિટીંગમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

JAINSHILPSAMACHAR

જૈનશિલ્પ સમાચાર, મહિસાગર

હરિપ્રસાદ એન. રાવલ દ્વારા

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાની  વિવેકાનંદ હાઇસ્કુલમાં રવિવારે વિરપુર તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ અને મહીસાગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે કારોબારી મિટીંગ પૂર્વ પ્રમુખ ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન વડોદરા/ ગાંધીનગર અને મહીસાગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ મણીભાઈ ગોરધનદાસ સુથારના પ્રમુખ સ્થાને મળી હતી. 
દરમિયાન પ્રાર્થના કરી સ્વ.પેન્શનર્સ ભાઈ બહેનો તથા સ્વ. સગાં સ્નેહીઓ તથા વિર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

દરમિયાન દીપ પ્રાગટ્ય કરાયું અને સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હોદ્દેદારોએ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.  વિરપુર તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહીસાગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના  મહા મંત્રી, નવીનભાઇ ઠાકરે પે ગ્રેડના પ્રશ્નો અંગે  તથા પેન્શન જગત નહીં મળવા અંગે તથા ઇન્કમટેક્સ રીટર્ન ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પેન્શન નહીં મળવા બાબતે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. આ મહિનાના અંત સુધીમાં પેન્શન મળી જશે એવી  સભાના  પ્રમુખ  શ્રી  સુથારે હૈયાધારણા આપતાં માહોલ શાંત પડ્યો હતો. દરમિયાન રાજ્યભરના પેન્શનર્સ ભાઈ-બહેનોના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા સર્વાનુમતે  નિર્ણય કરાયો હતો. મહીસાગર જિલ્લાના જુદા જુદા તાલુકાના પ્રમુખ, મહામંત્રી, મંત્રી ખજાનચી, પૂર્વ મંત્રી, સલાહકાર (પત્રકાર) કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મણીભાઈ ગોરધનદાસ સુથાર તથા  નવીનભાઇ ઠાકર તથા હરિપ્રસાદ નાથાલાલ રાવલ તથા જવાનસિંહ પરમાર તથા  રમણભાઈ ખાતુભાઇ પટેલ તથા અન્ય સહિત કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે.

આગામી મહીસાગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા લુણાવાડા મુકામે બોલાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સભાનું સફળ સંચાલન નવિનભાઈ ઠાકર તથા જવાનસિંહ પરમારે કર્યું હતું.  આભાર વિધી નવિનભાઈ ઠાકરે કરી  હતી. રાષ્ટ્રગીત બોલી સમૂહમાં ભોજન લીધું હતું.