એ.ટી.આઇ. તરીકે બઢતી મળતાં લુણાવાડા સહિત પરિવારમાં આનંદની લાગણી છવાઈ

ATI Badhati

રિપોર્ટર ः હરિપ્રસાદ રાવલ

મહિસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી.ડેપો ખાતે મલેકપુર ગામના મલેકપુર દરબાર ગઢમાં રહેતા, મલેકપુર ગાયત્રી પરિવારના અગ્રણી સિધ્ધરાજસિંહ  એચ. સિસોદિયાની ગત રોજ મંગળવારે ડ્રાઈવરમાંથી એ.ટી.આઇ. (આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી મળતાં કુટુંબ પરિવાર તથા સમગ્ર મલેકપુર ગામ સહિત મહિસાગર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ફરજ પર હાજર થતાં તેમનું બહુમાન કરવા સન્માન સમારોહ આયોજિત કરાયો હતો. તે દરમિયાન તેમના મોટાભાઇ દિગ્વિજયસિંહ એચ. સિસોદિયા તથા મલેકપુરના સામાજિક કાર્યકર અને પત્રકાર હરિપ્રસાદ એન. રાવલે હાજર રહી એ.ટી.આઇ. સિધ્ધરાજ સિંહ એચ. સિસોદિયાને શુભેચ્છા પાઠવી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. કાર્યક્રમમાં ઈન્ચાર્જ પૂર્વ એ.ટી.આઇ. અંબાલાલ. એમ. ભોઇ તથા દિપકસિંહ પુવાર (કન્ડક્ટર) તથા આચાર્ય જીગ્નેશભાઈ (કન્ડક્ટર) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.