જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ આદિપુર ગાંધીધામ દ્વારા સ્પીચ કાર્યક્રમ યોજાયો

Speech

Jainshilp samachar : Reporter: Hariprasad Raval: જય પરશુરામ સેવા બ્રહ્મસમાજ આદિપુર -ગાંધીધામ, દ્વારા બ્રહ્મ સમાજ માટે પ્રથમ વાર મોટીવેશન સ્પીચ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી તથા વાલીઓએ આ સ્પીચનો લાભ લીધો

. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો તથા સામાજિક અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, ત્યારબાદ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ દવે દ્વારા આમંત્રિત મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ આમંત્રિત મહેમાનોને ભારત માતા નો ફોટો તથા સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઇશીતાબેન ટીલવાણીજી દ્વારા જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજનેઆ સુંદર કાર્યક્રમનું આયોજન  બદલ તેમને અભિનંદન પાઠ્યા હતા. અને બાળકોને ઉચ્ચ અભ્યાસ કરી અને વધુમાં વધુ સફળતા મેળવે તે માટેનું સૂચન કર્યું હતું . ત્યારબાદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી આશિષભાઈ જોશી એ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમના આયોજન બદલ પ્રશંસા કરી હતી.અને કાર્યક્રમને અનુરૂપ બાળકોને આત્મવિશ્વાસ માં વધારો થાય તેવી તેમને સલાહ આપી હતી.
  કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ભાવેશભાઈ ભટ્ટ (સ્વપ્નિલભાઈ) દ્વારા સુંદર મજાની સ્પીચ આપી પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, માતા-પિતાનો સહકાર કેવો હોવો જોઈએ, પરિવારમાં વાતાવરણ કેવું હોવું જોઈએ ,યાદ રાખવા માટેની પદ્ધતિઓ, કયા સમયે કેટલા સમયે વાંચવું ,પરીક્ષા બાદ અને ભવિષ્યના કઈ લાઈન લેવી તે બાબતની સુંદર મજાની માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા પુછાયેલા પ્રશ્નોનો પણ સંતોષકારક જવાબ વક્તા શ્રી ભાવેશભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા.બાળકોના આત્મા વિશ્વાસમાં વધારો થાય તેવા દ્રષ્ટાંતો આપી બાળકોના મનને પ્રફુલિત કર્યું હતું,
   આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો મા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાણી ,રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ અધ્યક્ષ શ્રી ભરતભાઈ ધરજીયા, ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી આશિષભાઈ જોશી, અવદિચ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ રાવલ,નગર પાલિકા સેનિટેશન ચેરમેન શ્રી કમલભાઈશર્મા, ડોક્ટર વિક્રમભાઈ શુક્લા, કૈલાશબેન ભટ્ટ, ચેતનભાઇ જોશી, સરસ્વત બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોશી, કચ્છી રાજગોર પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી સતિષભાઈ મોતા, ત્રણ પરગણા બ્રહ્મ સમાજ અગ્રણી શ્રી નટુભાઈ જોશી, શ્રીમાળી બ્રહ્મ સમાજ અગ્રણી અશ્વિનભાઈ ત્રિવેદી, તથા આદિગોડ બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી મોહનજી ગોડ, તથા પંકજભાઈ શર્મા તથા જયેશભાઈ લખલાણી,બ્રહ્મ સમાજ મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી કાવ્યાબેન ભટ્ટ, અરુણાબેન રાવલ તથા મહિલા મંડળ. વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
  કાર્યક્રમનું સંચાલન હેમંતભાઈ જોશી તથા હિતેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ સુરાણી સૂર્યકાંતભાઈ ગોડ, તથા એડવોકેટ શ્રી કિશનભાઇ જોશી, નટુભાઈ જોશી, અશ્વિનભાઈ ત્રિવેદી,અમિતભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ ભટ્ટ, વિકાસભાઈ રાજગોર,રોહિતભાઈ ત્રિવેદી , અશોકભાઈ જોશી,સાગરભાઇ શુક્લા, શિવમભાઈ જોષી, તથા મહિલા  કાર્યકર્તામાં કાજલબેન સુરાણી દેવલબેન જોશી પુનમબેન ગોડ, નંદિનીબેન રાજગોર વગેરે કાર્યક્રમ સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.