એએમ/એનએસ ઈન્ડિયા દ્વારા 52માં રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણી
52 rashtriya
કામદારો અને કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ વધારવા માટે 4 થી 10 માર્ચ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન
હજીરા-સુરત,તા.4 માર્ચ 2023 : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)એ તા. 4 થી 10 માર્ચ દરમ્યાન 52માં રાષ્ટ્રીય સલામતી સપ્તાહ ઉજવવા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી છે.
કર્મચારીઓ અને કામદારોની સુરક્ષાની કટિબધ્ધતાના ભાગ રૂપે એએમ/એનએસ ઈન્ડિયા, “ Our aim Zero harm “ થીમ હેઠળ રાષ્ટ્રીય સલામતી સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરશે.
રાષ્ટ્રીય સલામતી સપ્તાહનો પ્રારંભ શનિવારે ધ્વજ ફરકાવીને કરવામાં આવશે. એ પછી સેફટી નુક્કડનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમ્યાન એએમ/એનએસ ઈન્ડિયાના કર્મચારીઓનો સલામતીની વિવિધ પ્રક્રિયાઓનું નિર્દેશન કરવામાં આવશે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સલામતી સપ્તાહના ભાગરૂપે વ્યક્તિગત સુરક્ષા સાધનોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે. સમગ્ર સપ્તાહ દરમ્યાન ચાલનારા વિવિધ કાર્યક્રમોમાં “કૌન બનેગા સુરક્ષાપતિ” નામના ક્વિઝ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સુરક્ષાનાં અનેક પાસાંઓ અંગે ક્વિઝના વિવિધ રાઉન્ડઝનું આયોજન કરાયું છે.
એએમ/એનએસ ઈન્ડિયા અને ઈન્ડોનેશિયાના હેલ્થ એન્ડ સેફ્ટીના વડા શ્રી સારંગ મહાજન જણાવે છે કે, “એએમ/એનએસ ઈન્ડિયામાં સલામતી એ સૌથી મહત્વપૂર્ણ મૂલ્ય છે, અને તે અમારા સમગ્ર ઓપરેશન થકી અમારા DNAમાં સમાવિષ્ટ છે. અમે અમારી તમામ સંચાલન કામગીરીઓમાં અમારા કામદારોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપીએ છીએ. જે માટે અમે અત્યંત આકરી ચકાસણી પધ્ધતિઓ અમલમાં મુકી છે. અમે માનીએ છીએ કે સલામતી એ માત્ર પધ્ધતિ કે સાધનોનું પરિણામ નથી પણ તે વિવિધ ટેવો માંગી લે છે. અમે એએમ/એનએસ ઈન્ડિયા સાથે સંકળાયેલા લોકોમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવા માંગીએ છીએ. એ માટે અમે સલામતી સપ્તાહ દરમ્યાન વિવિધ સમારંભોનુ આયોજન કર્યુ છે. જે અમને સલામતી હાંસલ કરવામાં સહાયક બનશે.”એક અઠવાડીયુ ચાલનારા રાષ્ટ્રીય સલામતી સપ્તાહને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં કામદારો અને કર્મચારીઓને આવરી શકાય તે માટે વિવિધ એક્સટેમપોર એલએસજીઆર (લાઈફ સેવિંગ ગોલ્ડન રૂલ્સ) ‘જોખમ દર્શાવો’ સેશન્સનું આયોજન કર્યુ છે. જેમાં નિષ્ણાંતો સલામતી અને આરોગ્ય અંગેનાં વિવિધ પગલાં અંગે જાણકારી આપશે. સેફટી સ્કીટસ, સેફટી પોસ્ટર સ્પર્ધા, સેફટી સ્લોગન સ્પર્ધા અને સલામતી અંગે કવિતા સ્પર્ધાનું પણ આયોજન કરાયુ છે.
સલામતી અંગેની જાગૃતિમાં વધારો કરવા અને સલામતી અને આરોગ્ય અંગેના વાતાવરણને પ્રોત્સાહન માટે ભારતમાં રાષ્ટ્રીય સલામતી સપ્તાહ તા.4 થી 10 માર્ચ દરમ્યાન મનાવવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ કામકાજના સ્થળે આરોગ્ય અને સલામતીને જોખમરૂપ વિવિધ બાબતોની જાણકારી આપીને તેવી પરિસ્થિતિ કઈ રીતે ટાળવી તે અંગે માહિતગાર કરવાનો છે.