લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં આઈડી કાર્ડ જમા કરાવતા મહિલાએ ખોટી છેડતીની ફરિયાદ કરી

lok-samshya

લોક સમસ્યા નિદાન કેન્દ્રના આઈડી કાર્ડનો દુરુપયોગ કરી નાણાંનો તોડ કરવાના આરોપસર આઈડી કાર્ડ જમા કરાવતા મહિલાએ સંસ્થાના પ્રમુખ સામે સંસ્થાનું આઈકાર્ડ મેળવવા માટે ખોટી છેડતીની ફરિયાદ કરી હતી.  આ બાબતે સંસ્થાના કાર્યકરોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદેદારોએ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, શહેનાઝ શેખ ખાલીદ ત્રણ વર્ષથી સંસ્થામાં કાર્યરત હતી. કથિત આ કાર્ડનો દુરુપયોગ કરી મસાજ પાર્લરો અને હોટલોમાં બતાવી ગેરકાયદે હપ્તાની ઉઘરાણી કરતી હતી. એક વર્ષ પહેલા રફીક અઝીઝ શેખને ઘર ખાલી કરાવવા માટે રૂપિયા 80000 લીધેલા હતા અને કહ્યું કે, તારું ઘર હું ખાલી કરાવી દઈશ. આ બાબતે ગરીબ રીક્ષા ચાલકે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ આ ફરિયાદ ખ્વાજા દાના ચોકીમાં આવી હતી. તે સમયે તપાસ પોલીસ ઇન્ચાર્જ ચૌહાણ કરતા હતા. તેથી તેમને તાત્કાલિક સંસ્થાના પ્રમુખ સમદ શેખને જાણ કરી હતી. આ બાબતે સંસ્થાનું નામ ખરાબ નહીં થાય તે માટે પ્રમુખ સમદ શેખે તેઓને સમાધાન કરી ટુકડે - ટુકડે રૂપિયાની ચુકવણી કરાવી સમાધાન કરાવ્યું. ત્યારબાદ આ સામેવાળી કહેવાતી તોડબાઝ મહિલાને વોર્નીંગ આપી કે, સંસ્થા નામે આવું કરશે તો કાર્ડ જમા કરી કાનૂની પોલીસ ફરિયાદ કરાશે. તે સમયે તેણે માફી માંગી અને બાંહેધરી આપ્યા બાદ સંસ્થામાં કામ કરવા લાગ્યા. બાદ ફરી ચારેક માસ પહેલા કોસાડમાં રહેતી એક પીડિત મહિલાની ફરિયાદ લઇ તેઓના પતિ ઉપર કેસ કરવામાં અને મહિલા પોલીસના નામે 11000 પડાવી લીધા હતા. આ બાબતે ઉમરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા મહિલા પીડિતાએ મહિલા પોલીસ અધિકારીને જણાવ્યું કે, મારા પતિને જેલ ભેગા કરવા માટે મહિલા પોલીસ નામે શહેનાઝબેને 11000 લીધા છે.

 જે બાબતે મહિલા પોલીસ અધિકારીએ તાત્કાલિક સામેવાળી કહેવાતી તોડબાઝ મહિલા શહેનાઝ પાસેથી સંસ્થાનું આઇ કાર્ડ જમા કરેલું હતું અને સંસ્થાના પ્રમુખ સમદ શેખને તમામ હકીકતની  જાણ કરી. આ ઘટના પછી સંસ્થા દ્વારા મહિલા પ્રમુખનું આઇ-કાર્ડ જમા કરાવેલુ હતું અને મહિલા પોલીસ અધિકારીએ પીડિત મહિલાના 11000 પરત કરાવ્યા. કાર્ડ જમા થઇ જતા આ તોડબાઝ મહિલાના ગોરખધંધા બંધ થઇ ગયા. ત્યારબાદ તોડબાજ મહિલા વારંવાર સંસ્થાની ઓફિસ ઉપર આવી આઈ કાર્ડ માંગતી હતી. આ બાબતે લોક સમસ્યા નિદાન કેન્દ્રના પ્રમુખ સમદ શેખે કાર્ડ નહીં આપતા તોડબાજ મહિલાએ છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. તોડબાજ મહિલાએ છેડતીની ફરિયાદ સંસ્થાના પ્રમુખ સામે કરી હોવાના કારણે સંસ્થાના મહિલા પ્રમુખ સહિત કાર્યકરો સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને રજુઆત કરવા આવ્યા હતા કે સંસ્થાના પ્રમુખ દ્વારા આવી કોઇપણ પ્રકારની હરકત કરાઈ નથી અને પ્રમુખ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે મહિલા પાસેથી કાર્ડ લઈ લેતા તેણે ખોટી ફરિયાદ કરી છે.