શહેરના અલગ-અલગ ઝોન વિસ્તારોમાં મનપાએ સફાઈ અભિયાન શરૂ કરી 858.810 મેટ્રિક ટન ડેબ્રિસનો નિકાલ કર્યો

surat municipal corporation

જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરત શહેર મહાનગરપાલિકા તરફથી શહેરભરના અલગ-અલગ ઝોન વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરના કમિશનરે આપેલી સૂચના મુજબ મનપાના સ્ટાફે આ કામગીરી શરૂ કરી છે. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા ગેલેક્ષી એન્કલેવ, ગેલેક્સી સર્કલ રોડ, ન્યુ એલ.પી. સવાણી સ્કૂલ પાસે, ગૌરવપથ રોડ,જે. કે. મોટર્સ પાસે વોક-વે રોડ, ઓમ સાંઈ પાર્ટી પ્લોટથી ગેલેક્ષી સર્કલથી ગ્રીન સિટી રોડ, શિવમ રો હાઉસ, પાલ વગેરે તેમજ અડાજણ વિસ્તારમાં આવેલા હનીપાર્ક રોડ ચાર રસ્તા, અજરામર ચોક, ચોક્સી વાડી રોડ, રણછોડ પાર્ક પરશુરામ ગાર્ડન પાસેના રસ્તાઓ સહિત સ્થળો પરથી અંદાજિત 42 મેટ્રિટ ટન ડેબ્રીસ દૂર કર્યું છે. જ્યારે કતારગામ વિસ્તારમાં આવેલા કતારગામ વોર્ડ, અખંડ આનંદ વોર્ડ, ડભોલી વોર્ડ, મોટીવેડ વોર્ડ, નાની બહુચરાજી વોર્ડ, પારસ વોર્ડ, ગોતાલાવાડી વોર્ડ, કોસાડ આવાસ 3, 4, 5 વોર્ડ વિસ્તારમાંથી કુલ 59.150 મેટ્રિક ટન ડેબ્રીસનો સી.એન.ડી. વેસ્ટ પ્લાન્ટ કોસાડ ખાતે નિકાલ કરાયો છે. આવી જ રીતે વરાછા ઝોન-એ માં કુલ 32 ગાર્બેજ સ્પોટની સફાઈ કરવાના કામે આજ રોજ નવાગામ-એ-બી, અશ્વનીકુમાર તથા લંબેહનુમાન વોર્ડમાંથી ગાર્બેજ ઉપાડી 150 મે. ટન ડેબ્રિસ સફાઈ કરાયું છે. 
વરાછા ઝોન સરથાણા બી વિસ્તારમાં આવેલા ટી.પી. સ્કીમ નં. 58 (વાલક), વિકાસગાથા રોડ, ભોજલરામ ચોક નજીક, સરથાણા ખાતા પ્લોટમાંથી લોકો દ્વારા નિકાલ કરવામાં આવતા બિલ્ડિંગ મટિરિયલ્સ, ગાર્ડન તથા કીચન વેસ્ટ કચરાના ઢગલાઓ સહિતનો અંદાજિત 62 મેટ્રિક ટન ડેબ્રિસનો વિવિધ વિભાગના સંકલનથી નિકાલ કરાયો છે. 
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1માં મોનાલીસા એપાર્ટમેન્ટ, કનકનિધિ એપાર્ટમેન્ટ, પ્રાણજીવન સ્ટોર, ટીમલીયાવાડ, બાલાપીરની દરગાહ, વોર્ડ નં. 2માં રાજેશ્રી હોલ સામે, ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પાસે, રૂદરપુરા મેન રોડ, નિર્મલ હોસ્પિટલ પાસે, મજુરાગેટ વિસ્તાર, વોર્ડ નં. 3માં મચ્છી માર્કેટ, સલાબતપુરા, વોર્ડ નં. 4 માં આવેલી ચેવલી શેરી, અલાયાની વાડી, વોર્ડ નં. 5 ગોળ શેરી, મોટાળા શેરી, વોર્ડ નં. 6માં ગોપાળજીની વાડી, વાણિયા શેરી, સિનેમા રોડ, વોર્ડ નં. 7 માં કતારગામ દરવાજા, સાંઈબાબા મંદિર પાસે, પટેલ વાડી વિનસ હોસ્પિટલ પાસે, રામપુરા મસાલચી વાડ, વોર્ડ નં. 10, કનૈયા દેસાઈ રોડ, અનસુયા માર્ગ, જૈન પેઢી રોડ, વોર્ડ નં. 11 અને 12માં નાણાવટ પંડોળની પોળ, યુનિયન સ્કૂલ પાસે, એસ.એમ.સી. ડેપોની પાસે વગેરે વિસ્તારમાં અંદાજે 54 મેટ્રિક ટન ડેબ્રિસ, માટીના ઢગલા, સી. એન્ડ ડી. વેસ્ટનો નિકાલ કરાયો છે. 
ઉધના ઝોન વિસ્તારમાં આવેલા બી.આર.ટી.એસ. રોડ, આઈ.એન.એસ. હોસ્પિટલની સામે આવેલા જાહેર માર્ગ પર સહિતના વિવિધ સ્થળોએ મળીને અંદાજે 250 મેટ્રિક ટન ડેબ્રિસનો નિકાલ કરાયો છે. 
ઉધના ઝોન - બી વિસ્તારમાં આવેલા સનાબીલ ચાર રસ્તાથી સચીન-પલસાણા હાઈવે સુધી બંને તરફ 4.00 કિ.મી. રસ્તા પરથી 55 મેટ્રિક ટન ડેબ્રિસનો નિકાલ કરવામાં આવ્યો છે. 
લિંબાયત વિસ્તારમાં આવેલા કાંગારુ સર્કલથી મીડાસ સ્કવેર મીડલ રિંગ રોડ, પરવત ડેપોમાં આવેલા ટી.પી. રસ્તા, જીવન જ્યોત ખાડી રોડ, આંજણા ટ્રિટમેન્ટ પ્લાન્ટ રોડ, એસ. કે. નગર રોડ, મીઠીખાડી કિનારા સહિતના સ્થળો પરથી 48 મેટ્રિક ટન ડેબ્રિસનો નિકાલ કરાયો છે. 
અઠવા ઝોન વિસ્તારમાં આવેલા એલ.પી. સવાણી સ્કૂલ વેસુથી ડ્રિમ હેરિટેજ કેનાલ રોડ, બીગબજારથી એસ. ડી. જૈન સ્કૂલ રોડ સહિતના વિસ્તારમાંથી 138.66 મેટ્રિક ટન ડેબ્રિસનો જાહેર માર્ગ પરથી સફાઈ કરી નિકાલ કરાયો છે. 
આ કામગીરીમાં ટેક્નિકલ સ્ટાફ, આસી. ઈજનેર, જુનિયર ઇજનેર, સુપરવાઈઝર, આરોગ્ય વિભાગનો સ્ટાફ, મુખ્ય આરોગ્ય નિરીક્ષક, આરોગ્ય નિરીક્ષક, મદદનીશ આરોગ્ય નિરીક્ષક, ડ્રાઈવર તથા બેલદારો વગેરે અધિકારી, કર્મચારીઓની ટીમે તથા ટેક્નિકલ વિભાગની મશીનરી જેસીબી, ટ્રકટ, ટ્રેક્ટર અને આરોગ્ય વિભાગની મશીનરી લોડર, મઝદા વગેરે મશીનરી કામે લગાડાઈ હતી.