અમરોલીમાંથી ત્રણ યુવતી અને મોટા વરાછામાંથી એક યુવક ગુમ
jainshilp samachar
સુરત: અમરોલી પોલીસ સૂત્રો અનુસાર 5મી ઓક્ટોબર, 2021 ના રોજ રહે.મ.નં.૪૦૩, શુભમ પેલેસ, રંગનગર સોસાયટી, અમરોલીમાં રહેતા (મૂળવતન:વાઘનગર, તા:મહુવા, જિ:ભાવનગર) ધીરૂભાઈ પ્રજાપતિના ૧૮ વર્ષીય પુત્રી મિતલબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમની ઉંચાઈ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે મરૂન રંગનો ડ્રેસ પહેર્યો છે. જ્યારે 4થી ઓક્ટોબર, 2021ના રોજ વેલકમ રેસીડેન્સી, સૃષ્ટી રો-હાઉસની બાજુમાં, અમરોલીમાં રહેતા (મૂળવતન:લીમડા (હનુભાના), તા:ઉમરાળા, જિ:ભાવનગર) ઘનશ્યામભાઈ બુધેલીયાના ૨૨ વર્ષીય પુત્રી એકતાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મજબુત બાંધાના અને રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૫ છે. તેમણે શરીરે સફેદ કલરની કુર્તી તથા કાળા રંગની લેગીસ પહેરી છે. બીજી ઘટના 1લી ઓક્ટોબર, 2021ના રોજ બની હતી જેમાં સુમન સ્વર્ગ, એમ્બેવલી રોડ, અમરોલી ખાતે રહેતા (મૂળવતન:મોટી વાવડી, તા:ગારીયાધાર, જિ:ભાવનગર) અરવિંદભાઈ વિરાણીના ૧૮ વર્ષીય પુત્રી એશાબેન ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૧ ફૂટ છે. તેમણે લાલ કલરની કુર્તી તથા કાળા કલરની લેગીસ પહેરી છે. જ્યારે ચોથી ઘટના યુવક ગુમ થયો હોવાની બની, 4થી ઓક્ટોબર, 2021ના રોજ સ્વસ્તિક રો-હાઉસ, મોટા વરાછા ખાતે રહેતા (મૂળવતન: બહાદુરગઢ, તા:પાલીતાણા, જિ:ભાવનગર) ભીમજીભાઈ કોશિયાના ૩૫ વર્ષીય પુત્ર જયેશભાઈ ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના છે. તેમણે શરીરે પીળા રંગનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. આ ચારેય ઘટના અંગેની જે કોઈને જાણ થાય તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.