અંગારકી સંકટ ચતુર્થીએ સંકટથી બચવા પૂજા-અર્ચના કરાઈ

jainshilp samachar

આજ રોજ 19મી એપ્રિલ, મંગળવારના રોજ અંગારકી ચોથ છે. આ અવસરે પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના અને ગણેશ યાગનું આયોજન કરાયું છે. 
અંગારીકા ચોથ પ્રસંગે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં યોજાનારા ગણેશ યાગમાં 100 યુગલો બેસીને ભગવાન શ્રી ગણેશની આરાધના કરી હતી. આ અંગે વિસ્તારપૂર્વક માહિતી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ કહ્યું કે ગત વર્ષે કોરોના મુક્તિ માટે સંકષ્ટ ચોથની પૂજા અર્ચના કરાઈ હતી. હવે આ વખતે અંગારકી સંકટ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશ સામાન્ય લોકોને મોંઘવારીથી બચાવે એ માટે પૂજા અર્ચના કરાઈ હતી. દક્ષિણ ગુજરાતમાંથી કુલ 100 જેટલા યુગલ પૂજામાં બેસીને ભગવાનની આરાધના કરી હતી. સાંજે 5.30 કલાકે પૂર્ણાહૂતિ ને સાંજે 7 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતભરમાંથી આ પ્રસંગે ભાવિક ભક્તજનો સુરત પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આવવાના હોઇ મંદિર પરીસરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. મંદિર મેનેજમેન્ટે તમામ ભાવિકોને અંગારકી ચોથ પ્રસંગે સમગ્ર દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કર્યા છે.

વિડિયો માટે અહીં નીચે બ્લુ લાઈન ઉપર ક્લિક કરો................

https://youtu.be/SZH-4gFmMbw