વરસાદનું પાણી ભરાતા મનપાને જાગૃત કરતા શિવસેના પ્રભારી હરીશ ગુર્જર

Rain In Surat

મનોહર મહાજન, સુરત
અશ્વિનીકુમાર રોડ પર ગત રોજ પડેલા વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે શાકભાજી લેવા આવનારાઓને ભારે તકલીફ પડી રહી હતી. જેના માટે શિવસેના કામરેજ-વરાછા પ્રભારી હરીશ ગુર્જરે સુરત મનપાને જાગૃત કર્યા હતા. અમારી ચેનલ જે.એસ.24 ન્યૂઝ ચેનલના પત્રકાર મનોહર મહાજને જણાવ્યું હતું કે અશ્વિનીકુમાર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર, રૂસ્તમબાગ, પુષ્પક સોસાયટીની સામે ધરમનગરમાં આવેલી શાક માર્કેટ નજીક ગત રોજ પડેલા વરસાદને પગલે ગંદુ પાણી ભરાઈ ગયું હતું. અહીં શાકભાજી  લેવા આવનારાઓને ભારે તકલીફ પડતી હતી એટલું જ નહીં આ ગંદા પાણીના કારણે બીમારી પણ ફેલાવાની સંભાવના હોવાથી અને હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવી જગ્યા ઉપર સાફ-સફાઈ કરવી અતિ જરૂરી હોવાથી મનપા તાત્કાલિક કામગીરી કરે તે જરૂરી છે. આ અંગે  હરીશ ગુર્જરે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓને જાગૃત કરવા વિડિયો મારફતે મનપાને જાગૃત કર્યા હતા.

https://youtu.be/7DjiTqzOM1U