શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં કુમારી ખુશીનું કરાયું સન્માન
rajkot-virani school
રાજકોટ ખાતે આવેલી શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં ભણતરને લગતી પ્રવૃત્તિ માટે કુમારી ખુશી વ્યાસ એએફએસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્કોલરશીપ મેળવીને અમેરિકા જઈને પરત આવ્યા બાદ તેમનું આ સ્કૂલમાં ભવ્ય સત્કાર સમારોહ આયોજિત કરાયો હતો.
આ શાળાની વ્યાસ ખુશી પોતાના કૌશલ્ય અને આવડત તેમજ શાળાના શિક્ષકોના માર્ગદર્શનથી એએફએસની સ્કોલરશિપ મેળવી હતી અને અમેરિકામાં વોશિંગ્ટનમાં 10 મહિના સુધી રહીને અભ્યાસ કર્યો હતો. 10 મહિના બાદ શાળામાં પરત ફરેતા સ્કૂલના નિયામક હીરાબેન માંજરિયા તથા આચાર્યા વર્ષાબેન ડવે તેમને આવકારી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુમારી વ્યાસ ખુશીએ અમેરિકામાં રહીને પોતે કઈ પ્રવૃત્તિઓ કરી તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને ત્યાંના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ખુશીએ જણાવ્યું હતું કે જે કોઈ વિદ્યાર્થીઓને આ એએફએસના કાર્યક્રમમાં જોડાવું હોય તેમને તે માર્ગદર્શન પૂરું પાડશે.