સંતરામપુર નગર ટાઉન હોલમાં અસલીપિયસ કાર્યકરોનો કાર્યક્રમ યોજાયો
sant-hariprasad
જૈનશિલ્પ સમાચાર
હરીપ્રસાદ રાવલ દ્વારા
સંતરામપુર નગર ટાઉન હોલમાં અસલીપિયસ કાર્યકરોના કાર્યક્રમનું આયોજન 18મી ડિસેમ્બર, 2022ના રોજ 11 કલાકે કરવામાં આવ્યું હતું. વધતી બીમારીનું મુખ્ય કારણ આપણી ખાણી પીણી અને આદતો છે. સ્વાસ્થ્ય અને આયુર્વેદના સાચા જ્ઞાનના અભાવના કારણે સ્થિતિ બગડતી હોય છે. આયુર્વેદ અસલીપિયસ વેલનેસ કંપનીએ લોકોમાં જાગૃતિ માટે હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંતરામપુર, ફતેપુરા, લુણાવાડા તાલુકાના આયુર્વેદિક લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી વિચારગોષ્ઠીનો લાભ ઉઠાવ્યો હતો. અસલીપિયસ વેલનેસ કંપનીના બ્લેક ડાયમંડ એચિવર અમિત પટેલ અમદાવાદથી હાજર રહી વક્તવ્ય આપ્યું હતું. તેમણએ વક્તવ્યમાં જણાવ્યું કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ જેના કારણે આપણું સ્વાસ્થ્ય દિન પ્રતિદિન નીચલી કક્ષાએ જઈ રહ્યું છે. એક સમયે આહાર વિહાર કુદરતને આધિન હતો. આજે આપણે ખાનપાનમાં ફાસ્ટફૂડ અને પશ્ચિમી સંસ્કૃતિને અપનાવીને આપણા ખુદનું નિકંદન કાઢી રહ્યા છીએ. કાર્યક્રમનું સંચાલન અસલીપિયસ વેલનેસ કંપનીના સફાયર રેન્ક એચિવર ભાવેશ ગરાસીયાએ કર્યું હતું. તેમની સાથે સહયોગી મિત્રો પ્રવિણ ડામોર, દિલીપ ડામોર, રૂમાલ કટારા, તેરસિંગ પારગી, રમણ ઝાલૈયા, કાંતિલાલ ખરાડી, મોહમદ સાહિદ ગુડાલા, સુમિત્રાબેન પટેલિયા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.