ગુજરાત પત્રકાર સંઘ અમદાવાદનો ષષ્ઠિ પૂર્તિ કાર્યક્રમ યોજાયો 

GujaratPatrakar

જૈનશિલ્પ સમાચાર, હરીપ્રસાદ રાવલ દ્વારા
અમદાવાદ ઃ અમદાવાદ ખાતેના ઇન્કમટેક્સ ચાર રસ્તા, આશ્રમ રોડ પાસે આવેલા દિનેશ હોલમાં ગત રોજ 2જી જુલાઈ, 2022ના રોજ સવારે 11 કલાકે ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી આર પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તથા માર્ગદર્શન હેઠળ ગૌરવ એવોર્ડ 2022નો 60 વર્ષીય પત્રકારત્વ એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. 
જેમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા શાલ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પંચ અગ્નિ અખાડા મહામંડળેશ્વર 1008 પરમ પૂજ્ય કનકેશ્વરી માતાના વરદહસ્તે મહાનુભાવો તથા પસંદગી પામેલ ગુજરાતભરમાંથી ઉપસ્થિત પત્રકારોનું તથા કવિ, લેખકોનું સન્માન કરી શાલ અર્પણ કરી ગૌરવ એવોર્ડ શિલ્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં ગવર્નર ગુજરાત રાજયના આચાર્ય દેવવ્રતજીના મુખ્ય મહેમાનપદે યોજાવાનો હતો પરંતુ અમુક કારણોસર ઉપસ્થિત રહી શક્યા નહોતા. જેથી આ કાર્યક્રમ બી આર પ્રજાપતિની આગવી સૂઝથી પાર પાડવામાં આવ્યો હતો. અતિથિવિશેષ તરીકે પધારનાર પૂજ્ય કનકેશ્વરી માતાના વરદહસ્તે કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી તથા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ પોતાના પ્રતિભાવ આપી સચોટ માર્ગદર્શન પૂરું પાડી પાડ્યું હતું અને સભાના અધ્યક્ષ બી આર પ્રજાપતિની કામગીરીને બિરદાવી હતી. ગૌરવ એવોર્ડ સમારંભમાં ગુજરાતભરના અન્ય જિલ્લાઓ તાલુકાઓ પૈકી મહીસાગર જિલ્લાનો પણ સમાવેશ થયો હતો જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના પત્રકાર હરિપ્રસાદ નાથાલાલ રાવલ તથા સંતરામપુરના પત્રકાર કવિ અને લેખક મહેન્દ્રકુમાર અંબાલાલ ભાટિયાનો સમાવેશ થયો હતો. 
સમારંભમાં પંચ અગ્નિ અખાડા મહામંડળેશ્વર 1008 પરમ પૂજ્ય કનકેશ્વરી માતાજી તથા અધ્યક્ષ બી આર પ્રજાપતિ તથા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇ તથા ડો. ચંદ્રકાંત મહેતા તથા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા તથા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ તથા પદ્મશ્રી અજય ઉમટ તથા જોરાવરસિહ જાડેજા તથા ઝવેરી લાલ મહેતા તથા તમામ પત્રકાર મિત્રો ભાઈ-બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે આભારવિધિ બાદ સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

Files