પોક્સો કોર્ટે ગુજરાતની રેપ ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપ્યો

jainshilp samachar

પોક્સો કોર્ટે ગુજરાતની રેપ ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપ્યો

સુરત - સુરતની પોક્સો કોર્ટે ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપ્યો છે. 4 વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કરી છે. પોલીસ અને ન્યાયતંત્રની કામગીરી રંગ લાવી છે. આ ઘટનામાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી દીધી છે. ગત 12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.