મધ્યમ વર્ગનો પોકાર, બદલી નાખો આ સરકાર!
badlo sarkar
- મોદી સરકાર સત્તાના નશામાં ચૂર છે, જનતા મોંઘવારીથી મજબૂર છે !
મહેંગાઈ વાલી યે સરકાર ..... નહિ ચલેગી, નહિ ચલેગી
પેટ્રોલ-ડિઝલના ભાવમાં ..... ઘટાડો કરો, ઘટાડો કરો
બહુત હુઈ મહંગાઈ કી માર ..... નહિ ચલેગી યે સરકાર
દેશની જનતા ઉપર, ..... આર્થિક બોજો નાખવાનું બંધ કરો
દૂધ - શાકભાજી - કઠોરના ભાવમાં, ..... ઘટાડો કરો, ઘટાડો કરો
દેશની જનતા સાથે, .....અન્યાય કરવાનું બંધ કરો
વિદેશ ફરવાના અભરખા બંધ કરો, બંધ કરો, .....
સરેન્ડર વાલી યે સરકાર, ..... નહિ ચલેગી, નહિ ચલેગી
પેટ્રોલ-ડિઝલના હપ્તા પ્રમાણે ભાવ વધારી, .....જનતાના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો
ચુનાવ મેં વાદો કે જુમલે, ..... ચુનાવ બાદ મહંગાઈ કે હમલે
મોંઘવારી હટાવો, મધ્યમ વર્ગ બચાવો
જ્યોર્જિયા મેલોનીને મેલોડીની ભેટ .....- દેશની જનતાને મોંઘવારીની ભેટ
સુરત ઃ દેશની જનતા પર કમ્મરતોડ ભાવ વધારો ઝિંકનાર નરેન્દ્ર મોદીની સરકાર સામે દેશભરમાં લોકરોષ ફાટી નીકળ્યો છે જેના અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પ્રધાનમંત્રીના રાજીનામાની માગ કરી છે.
દેશના પાંચ રાજ્યોમાં આયોજિત સામાન્ય ચૂંટણીના પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ અને એનડીએના નેતાઓએ પેટ્રોલ-ડિઝલના ભાવ નહિ વધે તેવી ખાતરી આપી હતી. આ સિવાય મોંઘવારી પર નિયંત્રણ લાદવાની વાતો કરીને દેશની ભોળી જનતાને ઠગવાનું કામ કર્યું હતું.
કરની અને કરણીમાં સ્પષ્ટ તફાવતને કારણે ભારત જેવું મહાન રાષ્ટ્ર કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની જનતા મોંઘવારી, પ્રશાસનની ઢીલીનીતિને કારણે પરેશાન છે. દરેક કામમાં ભ્રષ્ટાચાર અને આપખુદશાહી વલણને કારણે દેશની જનતા પરેશાન છે. આવા સંજોગોમાં રાષ્ટ્રને બચાવવા માટે કટિબદ્ધ એવા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી, આદરણીય વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ રાષ્ટ્રભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે જે અંતર્ગ્ત સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાની આગેવાની હેઠળ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો-કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાય... હાય... ના સુત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરીને માથે લીધી હતી અને વડાપ્રધાનના રાજીનામાની માગ કરી હતી. આ તબક્કે સંગઠન મહામંત્રી રોહિતભાઈ સાવલિયા, કોર્પોરેટર અરશદ જરીવાલા, કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ સંતોષ પાટીલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.


