અમરોલી સ્વનિર્ભર કોલેજના રાષ્ટ્રીય કેડેટ કોરનો રાજપીપળા ખાતે સી.એ.ટી.સી. કેમ્પ યોજાયો

amroli swanirbhar

અમરોલી સ્વનિર્ભર કોલેજના રાષ્ટ્રીય કેડેટ કોરનો રાજપીપળા ખાતે સી.એ.ટી.સી. કેમ્પ યોજાયો

જૈનશિલ્પ સમાચાર, સુરત 

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ, વી. એલ. શાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી કોલેજના કેડેટ્સ તા. 28 જૂનથી 8 જુલાઈ2026 ના રોજ “સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર” (સી.એ.ટી.સી.) રાજપીપળા ખાતે તાલીમમાં જોડાયા હતા. આ શિબિરનું આયોજન 6 ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના એન.સી.સી.ની 22 કેડેટ્સ જોડાયા હતા. તાલીમ શિબિરનાં સાત ગ્રુપમાંથી કોલેજના કેડેટ્સનો ઓલ ઓવર ત્રીજો રેન્ક પ્રાપ્ત થયો હતો.આ કેમ્પ દરમિયાન પાયલોટિંગ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, દોરદા ખેચ, આઈડિયા એન્ડ ઈનોવેશન, નુક્કડ નાટક એવી દરેક સ્પર્ધા યોજાઈ હતી. શિબિરમાં સી.ઓ. રંજીવસિંહ પટિયાલ અને મેજર એ.ઓ. ભાવના લોહાની હાજર હતા. આ શિબિરમાં દિવસ / રાત યુદ્ધ સહિત લશ્કરી યુક્તિ PI સ્ટાફ દ્વારા શીખવવામાં આવી હતી અને શસ્ત્રોથી પરિચિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં, મહત્વાકાંક્ષી કેડેટ્સને ૧૦ દિવસની તાલીમ માટે ચોક્કસ રેજિમેન્ટ સાથે જોડવામાં આવ્યા હતા. તા. ૧૧-૦૭-૨૦૨૬ ના રોજ ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ માટે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનું ખ્યાલશિબિર યોજાઈ હતી. આ શિબિરનાં મુખ્ય વક્તા પ્રો.ડૉ. ભરત ભંડારી (રીટાયર્ડ એસોસીએટ પ્રોફેસર) (ઝેડ.એફ. વાડિયા વુમેન્સ કોલેજ) હાજર રહી વિદ્યાર્થીને ફંડ ફ્લો સ્ટેટમેન્ટનું ખ્યાલ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.અંતે પ્રો.ડૉ.ભરત ભંડારીએ એન.સી.સી. સી.એ.ટી.સી. કેમ્પ, રાજપીપળામાં પ્રાપ્ત કરેલ મેડલ માટે અભિનંદ પાઠવેલ હતા. શિબિરનું આયોજન પ્રિન્સિપાલ ડૉ.મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.સી.સી. સી.ટી.ઓ. ડૉ.અનિલા પિલ્લાઈ તેમજ એસ.યુ.ઓ. આયુશી સરેણા, જે.યુ.ઓ. ખુશી ડાભી, સી.પી.એલ. ખુશી ટીંબડીયા અને સી.પી.એલ. પમીવાલાએ પોતાની સારી નેતૃત્વતા બજાવી હતી.