નવયુગ કોમર્સ કોલેજ ખાતે Artificial Intelligence in Academic Research વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન
navyug college
jainshilp samachar
નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ કોમર્સ કોલેજ, રાંદેર રોડ, સુરત દ્વારા કોલેજના સંનિષ્ઠ, ખંતિલા અને દીર્ઘદ્રષ્ટા આચાર્ય ડૉ. વિનોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવયુગ કોમર્સ કોલેજમાં તા-૧૯/૦૧/૨૦૨૪ ના શુક્રવારના રોજ બપોરે ૩ કલાક થી ૬ કલાક સુધી રિસર્ચ સેન્ટર, આઈ ક્યુ એસી તેમજ ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને એકાઉન્ટન્સી દ્વારા “application of artificial intelligence in academic research “ પર એક દિવસીય વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ભાવેશ વનપરિયા (આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપની શરૂઆતમાં બપોરે ૩ કલાકે નવયુગ કોમર્સ કોલેજના આચાર્યશ્રી, વિનોદભાઇ એન. પટેલ દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યુ હતું.ત્યાર બાદ કોલેજના પ્રાધ્યાપિકા ડૉ. બિંદુબેન શાહ દ્વારા વર્કશોપમાં મુખ્ય વક્તા ડૉ. ભાવેશ વનપરિયાનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ મુખ્ય વક્તા ડૉ. ભાવેશ વનપરિયા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે હાલના સમયમાં એકેડેમિક રિસર્ચને કેવી રીતે સહેલાઈ પૂર્વક કરી શકાય તે માટે ઊંડાણપૂર્વક પ્રેક્ટીકલ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં Introduction of AI , Chat GPT, Types of AI, Machine Learning & Deep Learning Acceptance of Technology & Accept the reality of AI in Academic and in Research, Chat Box, G- Board, Guibuilt, Hui Chat GPT New AI, Linux AI. વગેરે મુદ્દાઓ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ બપોરે ૫.૪૫ વાગ્યે કોલેજના અધ્યાપક ડૉ. જીગ્નેશ પી. વાઘેલા એ વર્કશોપના અભ્યાસાર્થી માટે સર્ટિફિકેટનુ વિતરણ કરાવ્યું હતું.અંતમાં કોલેજના અધ્યાપક તથા રિસર્ચ સેન્ટરના કોઓર્ડીનેટર ડૉ. બ્રિજેશ એસ. પટેલે આભારવિધી કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મેહુલ શાહ અને IQAC કોઓર્ડીનેટર ડો. બિંદુ શાહ તેમજ સમગ્ર શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.