ઉપરવાસમાં દેમાર વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપુર

ઉપરવાસમાં દેમાર વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપુર

જૈનશિલ્પ સમાચાર (નવસારી) દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા અને વલસાડમાં દેમાર વરસાદ પડી રહ્યો છે. નિરંતર પડતાં વરસાદથી લોકમાતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ખેરગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાન અને ઔરંગા સહિતની નદીઓ બેફામ બની ગઈ છે. તાન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા ખેરગામ તાલુકાના 3 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેરગામથી ઔરંગા નદી પર બનેલો નાનો પુલ પરથી મોટી સંખ્યામાં શહેરીજનો વલસાડ અને ધરમપુર સાથે સંપર્ક ધરાવે છે. જે નદીમાં પાણીની આવક વધતા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને લઈને ખેરગામનો ધરમપુર અને વલસાડ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ખેરગામ તાલુકાના પાટી અને ખટાણાં ચીમનપાડા ને મરધમાળ અને ગરગડીયાને મરલાને જોડતો કોઝવે પાણીમાં ગરક, ખેરગામ તાલુકાના ચાર કોઝવે પાણીમાં ગરક થતા લોકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી ખેરગામ તાલુકામાં 18 કલાકમાં 2.20 ઈંચ વરસાદ પડ્યો છે.