ગો ફર્સ્ટ એરલાઈન્સ દ્વારા સુરતથી કોલકાતા, બેંગલુરુ અને દિલ્હીની ફ્લાઈટનું ઓપરેશન કરાયું શરૂ

જૈનશિલ્પ સમાચાર-સુરત
ગો ફર્સ્ટ એરલાઈન્સ તરફથી સુરતથી કોલકાતા, બેંગલુરુ અને દિલ્હીની ફ્લાઈટ માટે ઓપરેશન શરૂ કરાયું છે. ઓપરેશન વખતે જ આ 3 ફ્લાઈટને અમૃતસર, દહેરાદુન, જમ્મુ સહિતની 13 ફ્લાઈટ સાથે કનેક્ટ કરવા જાહેરાત કરાઈ હતી. જેનું હવે ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

સુરતથી નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ આવનારા દિવસમાં જલ્દી ઓપરેટ થાય તેવી આશા વચ્ચે પાછલા અઠવાડિયે જ સુરતથી ફ્લાઈટ સેવા શરૂ કરનાર એરલાઈન્સ ગો ફર્ટે બેંગ્લુરુ, કોલકાતા અને દિલ્હીની સાથે જોડતી 13 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ કરવા માટે જાહેરાત કરી દીધી હતી. તેના બુકિંગની સાથે જ આ 13 ફ્લાઈટનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ સુરતના સંજય જૈને જણાવ્યું હતું કે, રોજની 12 ફ્લાઈટ વાયા દિલ્હી થઈને ગો ફર્સ્ટ ઓપરેટ કરશે. જ્યારે એક ફ્લાઈટ વાયા બેંગ્લુરુ થઈને ઓપરેટ કરવામાં આવશે. જેમાં જમ્મુ, શ્રીનગર, વારણસી, લખનઉં, હૈદરાબાદ, ગૌહાટીની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગો ફર્સ્ટની નવી 13 ફ્લાઈટનો પણ સમાવેશ થતાં મહિને બન્ને તરફે 40 ફ્લાઈટનું ઓપરેશન થશે. નવી કનેક્ટેડ 13 ફ્લાઈટમાં અમૃતસર, દહેરાદુન, ગૌહાટી, જમ્મુ, કોચી, લેહ, લખનઉ, પટના, પુણે, રાંચી, શ્રીનગર અને વારણસીની ફ્લાઈટ વાયા દિલ્હી થઈને સુરતથી ઓપરેટ થશે. જ્યારે હૈદરાબાદની ફલાઈટ વાયા બેંગલુરુ થઈને રોજ ઓપરેશન હાથ ધરાશે.

 બેંગલુરુ-સુરત-બેંગલુરુની નવી કિવન્સી જાહેર કરવામાં આવી છે. સોમથી શનિ કાર્યરત થનારી આ લાઈટ સવારે 10:45 એ બેંગલુરુથી ઉપડીને સુરત આવશે.