વેડથી વરિયાવને જોડતા બ્રિજની ઉંચાઈ વધારવાની માંગ કરતા લોકો

jainshilp samachar

વેડથી વરિયાવને જોડતા બ્રિજની ઉંચાઈ વધારવાની માંગ કરતા લોકો

સુરત - વેડથી વરિયાવને જોડતા બ્રિજનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. આ બ્રિજ બનતા ટ્રાફિકમાં અને આમજનતાને જરૂર ફાયદો થશે. તાપી નદીને ફરતે રાઉન્ડ રસ્તો આવેલો છે. આ રસ્તો દૂરથી અતિ સુંદર અને રળિયામણો લાગતો હોય છે. વેડથી વરિયાવને જોડતો હાલ જે બ્રિજ બની રહ્યો છે તે બ્રિજ બનાવતી વેળા આ રળિયામણો લાગતો રસ્તો તોડીને તેને નીચે ડાબી સાઈડે ફંટાવી દેવામાં આવ્યો છે અને  રસ્તો વચ્ચેથી બ્રિક કરી તેના ઉપરથી પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલની ઊંચાઈ જો વધારવામાં આવે તો રસ્તાનો આકાર રાઉન્ડમાં રહે અને સુંદરતા વધે તેમ છે. પરંતુ વચ્ચેથી બ્રિક કરાતા તેની સુંદરતા મરી પરવારે છે. જેના કારણે રસ્તાની સૌંદર્યતામાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ લોકો ઇચ્છી રહ્યા છે કે આ બ્રિજ બનાવતી વેળા તેની ઉંચાઈ વધારવામાં આવે અને નીચેથી રસ્તો પસાર કરવામાં આવે. જો આમ કરવામાં આવશે તો સૌંદર્યતામાં પણ ઘટાડો નહીં થાય અને સુંદરતા જળવાઈ રહેશે. ઉંચાઈ વધારવા અને રસ્તો બ્રિક નહીં કરવા બાબતે સામાજિક કાર્યકર ચંદ્રકાન્ત કંથારિયાએ મ્યુનિસિપલ કમિશનર અને મંત્રી વિનુ મોરડિયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.