SGCCI દ્વારા DGVCL અને GETCO સાથે ઓપન હાઉસ યોજાશે

GETCO WITH OPEN HOUSE

SGCCI દ્વારા DGVCL અને GETCO સાથે ઓપન હાઉસ યોજાશે

ઓપન હાઉસમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ દ્વારા ડીજીવીસીએલ અને જેટકો સંબંધિત પ્રશ્નોની અધિકારીઓ સાથે ચર્ચા કરાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. રપ એપ્રિલ, ર૦રપના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ના અધિકારીઓ સાથે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત ઓપન હાઉસમાં જેટકો પ્રોજેકટ્‌સના ચીફ એન્જીનિયર શ્રી એ.બી. રાઠોડ, જેટકો ટ્રાન્સમીશનના ચીફ એન્જીનિયર શ્રી કે.એચ. રાઠોડ, ડીજીવીસીએલના ચીફ એન્જીનિયર શ્રી એમ.જી. સુરતી, જેટકોના ભરૂચ રિજીયનના એડિશનલ ચીફ એન્જીનિયર શ્રીમતી પન્ના નાયક ઉપસ્થિત રહેશે.

આ ઓપન હાઉસમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ દ્વારા જેટકો અને ડીજીવીસીએલ સંબંધિત વિવિધ પ્રશ્નોની અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.